
<p>Gujarat: ગાંધીના ગુજરાતમાં આરોગ્યના નામે દારૂની પરમીટોની લ્હાણી, જુઓ વીડિયોમાં</p> <p>ગુજરાતમાં એક બાજું ઉદ્યોગો અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું બહાનું ધરીને ગિફ્ટ સિટીથી માંડીને સ્ટાર હોટલોને દારૂ વેચવા મંજૂરી આપવામાં આવી રહી છે. બીજી તરફ, આરોગ્યના નામે દારૂની પરમિટની જાણે લ્હાણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. ખુદ સરકાર જાણે પાછલાં બારણે દારૂબંધી નાબૂદી અભિયાન હાથ ધર્યું હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. વિધાનસભામાં રજૂ થયેલાં આંકડાએ જ દારૂબંધીની પોલ ઉઘાડી દીધી છે. કારણ કે, બે વર્ષમાં આરોગ્યના બહાને 24 હજારથી વધુ દારૂના પરવાના અપાયાં છે. </p> <p>ગૃહ વિભાગનો દાવો છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકપણે અમલ થઈ રહ્યો છે પણ જે રીતે ગુજરાતમાં દારૂની પરમિટની સંખ્યા વધી રહી છે તે જોતા લાગે છે કે, આરોગ્યના નામે દારૂ પીનારાઓની સંખ્યા વધી રહી છે. વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં દારૂની પરમિટ મેળવવામાં અમદાવાદ અવ્વલ રહ્યું છે. જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે.</p>
Comments
Post a Comment