Gujarat Heat Wave: ગુજરાતમાં ગરમીનો વધુ એક મોટો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગઇકાલે રાજ્યમાં તાપમાનો પારો ઉંચો રહ્યો હતો, ફાગણ સુદ પૂનમ એટલે કે ગઇકાલે હોળીનો તહેવાર હતો, હવે ઉનાળાની વિધિવત શરૂઆત થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ગઇકાલે ગરમીનો પારો 5 શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકો ગરમીથી બચવા વૉટરપાર્કનો સહારો લેવા લાગ્યા છે. જોકે, ખાસ વાત છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી રહી છે.

ગઇકાલે રાજ્યમાં લોકોએ ધામધૂમથી હોળીની ઉજવણી કરી છે, હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગઇકાલે રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો પરેશાન થઇ ગયા હતા, જેમાં રાજકોટ, કેશોદમાં 41 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતુ.

હીટવેવથી થતી અસરો -
હીટવેવના કારણે શરીરમાં ગરમી સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને જે લોકો લાંબા સમય સુધી તડકામાં રહે છે અથવા શારીરિક શ્રમનું કામ કરે છે તેઓ વધુ જોખમમાં હોય છે. હીટવેવની અસરથી થાક લાગવો, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉલટી થવી અને બેહોશી જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકો, વૃદ્ધો અને ક્રોનિક રોગો ધરાવતા લોકો માટે હીટવેવ વધુ જોખમી સાબિત થઈ શકે છે.

હીટવેવથી બચવા માટે શું કરશો ?
બને ત્યાં સુધી ગરમીમાં બહાર જવાનું ટાળો.
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો, તરસ ન લાગે તો પણ પાણી પીતા રહો.
શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, તોરાણી, લીંબુ પાણી અને છાશ જેવા ઘરે બનાવેલા પીણાં પીવો.
હળવા રંગના અને ઢીલા કપડાં પહેરો.
સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલું તાપમાન

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં ૪૧.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં ૧૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અન્ય શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આ પ્રમાણે છે: અમદાવાદમાં ૩૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯.૨ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦.૫ ડિગ્રી, વડોદરામાં ૩૮.૪ ડિગ્રી, અને સુરતમાં ૩૮.૭ ડિગ્રી સેલ્સિયસ. જ્યારે લઘુતમ તાપમાન ગાંધીનગરમાં ૧૮.૫ ડિગ્રી, અમદાવાદમાં ૨૦.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૨૨ ડિગ્રી, રાજકોટમાં ૨૦.૫ ડિગ્રી, વડોદરામાં ૨૧.૮ ડિગ્રી, અમરેલીમાં ૨૦ ડિગ્રી અને ભાવનગરમાં ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Comments
Post a Comment