Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યું

<p> સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામે એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નાદરી ગામની સીમમાં આવેલા ગાયોના તબેલામાં અજાણ્યા શખ્સોએ એક ગૌ માતાનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.</p> <p>પ્રાપ્ત માહિતી અનુસાર, નાદરી ગામની સીમમાં એક તબેલામાં ગાયો બાંધેલી હતી. મોડી રાત્રે અથવા વહેલી સવારે અજાણ્યા શખ્સો (Unidentified men kill cow) તબેલામાં ઘૂસી ગયા હતા અને ત્યાં બાંધેલી એક ગાયનું તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી (Cow killed in Gujarat) નાંખ્યું હતું. આટલું જ નહીં, ક્રૂરતાની હદ વટાવતા આ શખ્સો ગાયનું માથું પણ કાપીને પોતાની સાથે લઈ ગયા હતા.</p> <p>આ ગૌ હત્યાની ઘટનાની જાણ થતાં જ નાદરી ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્થાનિક લોકો અને ખાસ કરીને ધાર્મિક સંગઠનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌ હત્યાને એક અત્યંત નિંદનીય કૃત્ય ગણાવીને લોકોએ તાત્કાલિક આરોપીઓને પકડીને કડક સજા કરવાની માંગ કરી છે.</p>
Comments
Post a Comment