
https://ift.tt/hHvoFPq વડોદરા રોજગાર કચેરી દ્વારા 18 થી 28 માર્ચ દરમિયાન આરએમએસ પોલીટેકનીક, સરકારી આઈટીઆઈ, દશરથ, સાવલી,ડભોઈ,કરજણ, શિનોર, પાદરા, કાયાવરોહણ,મહુવડ, ડો.ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ,અકોટા,બટલર પોલીટેકનીક કોલેજ, નિઝામપુરા, કેપીજીયુ યુનિવર્સિટી ,વરણામા ખાતે યોજાયેલ કુલ 10 તાલુકા કેમ્પમાં 738 વિધાર્થી/ઉમેદવારોના અનુબંધમ પોર્ટલ https://ift.tt/ZyMOaiQ અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર નામ નોંધણી કરાઇ છે. વડોદરા રોજગાર કચેરી દ્વારા વર્ષ 2023 માં 4174 અને વર્ષ 2024 માં 8254 વિધાર્થી /ઉમેદવારની કોલેજ, આઈટીઆઈ અને સ્કુલ તાલીમ કેન્દ્રો ખાતેના જિલ્લા,તાલુકા કેમ્પ દ્વારા નામ નોંધણી કરાઈ હતી. ઉમેદવારોને કેવી રીતે ઓનલાઈન જોબ શોધવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું.નોંધણી કેમ્પમાં રોજગાર કચેરીના અધિકારી, કર્મચારી અને કરીયર કાઉન્સેલર દ્વારા રોજગાર કચેરી ખાતેની કરીયર કાઉન્સેલિંગ અને વ્યવસાય માર્ગદર્શનની સેવાઓ અને આગામી અગ્નિવીર (આર્મી), નેવી એરફોર્સની યોજનાર ભરતી અંગે તેની તૈયારી માટેની 30 દિવસની ફ્રી નિવાસી તાલીમ મેળવવા અને પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ કરવા-વિદેશમાં રોજગાર કે અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન કરવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. ધો 10- 12 ના પરિણામ આવ્યા બાદ રોજગાર કચેરી તમામ સેવાઓ કાઉન્સેલીંગ,ગાઈડન્સ અને રોજગાર ભરતી મેળાની ,નિવાસી તાલીમ ,વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે ફ્રી માર્ગદર્શન લેવા માટે વધુમાં વધુ વિધાર્થીઓને અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર ઓનલાઈન નામ નોંધણી કરાવવા ,રોજગાર કચેરીની મુલાકાત લેવા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.
Comments
Post a Comment