Gujarat Unseasonal Rain Forecast : આજે રાજ્યના 17 જિલ્લામાં માવઠાની આગાહી , જુઓ મોટી આગાહી

Weather Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. આજથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 1 અને 2 એપ્રિલ સમય દરમિયાન વાદળછાયા વાતાવરણ સાથે વરસાદનો અનુમાન છે. આ બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર છૂટછવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. 1 એપ્રિલથી 2 એપ્રિલ સુધી ભારે પવન અને વાદળછાયુ વાતાવરણ રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અતિ ભારે વરસાદની કોઇ શક્યતા નથી. ભારે વરસાદ દેશના અન્ય રાજ્યો ખાસ કરીને દક્ષિણના રાજ્યો અને મહારાષ્ટ્રમાં પડે તેવું અનુમાન સેવાઇ રહ્યું છે.

ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, ભરૂચ, દમણ ડાંગ, દીવ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ , પોરબંદર, ખેડામાં કચ્છ, વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે. જો ક્યાંક વરસાદ વરસી જાય તો તે અપવાદરૂપ છે. ટૂંકમાં વાતાવરણમાં પલટા દરમિયાન ગુજરાતમાં કોઇ ભારે વરસાદની શક્યતા નથી પરંતુ 1 અને બીજી એપ્રિલ પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.

વાતાવરણના પલટા બાદ ફરી તાપમાનનો પારો ઊંચે જશે, 3 એપ્રિલ બાદ ગુજરાતના મોટાભાગ વિસ્તારમાં તાપમાન 40ને પાર પહોંચે તેવી શક્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણમાં તાપમાન 40 ડિગ્રીના પાર તાપમાન પહોચી શકે છે. 3 એપ્રિલ બાદ દરિયાકાંઠાને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં હિટવેવનો અનુમાન છે.

Comments
Post a Comment