Gujarat Weather: ગુજરાતમાં એપ્રિલ મહિના શરૂઆત આકરા તાપ સાથે થઇ રહી છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં મંગળવારે સૌથી વધુ ગરમી રાજકોટ-સુરેન્દ્રનગર અને અમદાવાદમાં નોંધાઇ, અહીં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આજે પણ કેટલાક શહેરો તાપમાં લાલચોળ થઇ શકે છે, જોકે, કેટલાક વિસ્તારો માટે રાહતના સમાચાર પણ છે અને ત્યાં માવઠુ થવાની આગાહી છે.

રાજ્યમાં અચાનક ગરમ વાતાવરણ જોવા મળી રહ્યું છે. માર્ચ બાદ હવે એપ્રિલ મહિનામાં પણ આકારો તાપ પડી શકે છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઉંચકાયો છે, પ્રથમ દિવસે 1લી એપ્રિલે, મંગળવારે રાજકોટ-સુરેંદ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી ગરમી નોંધાઇ, આ સાથે જ અમદાવાદમાં પણ સિઝનનું સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજ્યમાં પાંચ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. આજે પણ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વૉર્નિંગ છે. રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ છે. દિવસ ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં હીટવેવની ચેતવણી છે.

ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી, ભરૂચ, દમણ ડાંગ, દીવ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ , પોરબંદર, ખેડામાં કચ્છ, વાદળછાયુ વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહિવત છે. જો ક્યાંક વરસાદ વરસી જાય તો તે અપવાદરૂપ છે. ટૂંકમાં વાતાવરણમાં પલટા દરમિયાન ગુજરાતમાં કોઇ ભારે વરસાદની શક્યતા નથી પરંતુ 1 અને બીજી એપ્રિલ પવન સાથે વાદળછાયું વાતાવરણ રહેશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. વાતાવરણના પલટા બાદ ફરી તાપમાનનો પારો ઊંચે જશે, 3 એપ્રિલ બાદ ગુજરાતના મોટાભાગ વિસ્તારમાં તાપમાન 40ને પાર પહોંચે તેવી શક્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પાટણમાં તાપમાન 40 ડિગ્રીના પાર તાપમાન પહોચી શકે છે. 3 એપ્રિલ બાદ દરિયાકાંઠાને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં હિટવેવનો અનુમાન છે.

Comments
Post a Comment