
વડોદરા, તા. 31 મે 2021, સોમવાર
વડોદરા નજીકના સાવલી તાલુકામાં100 થી વધુ યુવક-યુવતીઓ ડૂબ્યા છે તેવા લાંછનપુર ખાતે ગઈકાલે વધુ એક યુવક ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
લાંછનપુર ખાતે મહીસાગરમાં વારંવાર ડૂબવાના બનાવો બની રહ્યા છે અને વહીવટી તંત્ર માત્ર ચેતવણી આપતા બોર્ડ મૂકીને સંતોષ માની રહ્યું છે. જેના કારણે યુવક-યુવતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ સ્થળે પોલીસની હાજરી હોવા છતાં ડૂબવાના બનાવો બની રહ્યા છે.
ગઈકાલે રવિવારે પણ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. આ દરમિયાન મહિસાગરમાં નાહતા યુવક યુવતીઓ માંથી યશવંત ડામોર (p&t કોલોની, હરણી, વડોદરા) નામનો યુવક લાપતા બનતાં તેના મિત્રે જાણ કરી હતી.
બનાવના પગલે સાવલી પોલીસે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેતા સવારથી યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
https://ift.tt/2R9c072
Comments
Post a Comment