
- રાજકોટમાં મૃત્યુઆંક ઘટીને ૩ થયો - ૧૧૪ નવા કેસ, જામનગરમાં કોરોના કાબુમાં , ૭૧ કેસ - ૧ર મોત, જૂનાગઢમાં હજુ ત્રણ આંકડામાં કેસનો આંક ૧૦૮, પોરબંદર ૭પ કેસ
સૌરાષ્ટ્રમાં કોરોનાનાં સરકારી આંકડા સામે આવી રહયા છે તેના પરથી એવો અંદાજ લગાવી શકાય કે કોરોના હવે અંકુશમાં આવી રહયો છે જો કે લોકો બેફિકર રહે અને કોરોના વિરોધી રસી નહિ મુકાવે તો ત્રણ - ચાર મહિના બાદ ત્રીજી ઘાતક લહેરનો સામનો કરવો પડશે તેવી ભીતી છે. હજારો લોકોનો ભાોગ લેવાયા બાદ ગત ફેબુ્રઆરી જેવી એટલ કે ચૂંટણી પહેલાની ફરી નિયંત્રણની સ્થિતિ આવી રહી છે. દરમિયાન રાજકોટમાં કેસમાં સામાન્ય ઘટાડા સાથે સૌરાષ્ટ્રમાં આજે પ૩૬ નવા કેસ નોંધાયા હતા જયારે ૧૬ દર્દીનાં મોત થયા છે. જો કે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં હજુ પોઝીટીવ કેસનો આંક ત્રણ આંકડામાં આવી રહયો છે તે ચિંતાજનક છે.
રાજકોટ શહેરમાં ગઈકાલે ૧ર૬ કેસ નોંધાયા બાદ આજે સામાન્ય ઘટાડો થયો હતો અને કેસ ૧૧૪ નોંધાયા છે પરંતુ મૃત્યુઆંક મહિનાઓ બાદ ૩ નો આવતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બીજી લહેરમાં કોરોના પીક પર ગયા બાદ પહેલીવાર શહેર અને જિલ્લાની હોસ્પિટલમાં મળીને છેલ્લા ર૪ કલાકમાં ત્રણ નાં મોત થયા છે ગઈકાલે પાંચ નાં મોત થયા હતા તેમાંથી માત્ર એક નું કોવિડથી મોત થયાનું તંત્રે જાહેર કર્યુ છે. રાજકોટ શહેરમાં ૧૮૪ દર્દીઓને આજે ડિસ્ચાાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્યમાં છેલ્લા ર૪ કલાકમાં પ૧ કેસ નોંધાયા હતા ગ્રામ્યમાં હવે ધીરે ધીરે કોરોના પર લગામ આવી રહી છે.
જામનગરમાં નવા કેસ ઘટી રહયા છે પરંતુ મૃત્યુઆંક હજુ કાબુમાં આવતો નથી. આજે શહેરમાં ૪૭ અને ગ્રામ્યમાં ર૪ સહિત ૭૧ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે ૧૧ર દર્દીને રજા આપવામાં આવી હતી. દરમિયાન જી.જી. હોસ્પિટલમાં આજે ૮ દર્દીનાં મોત થયા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મોત જામનગરમાં નોંધાયા હતા. જૂનાગઢમાં કોરોના હજુ બેલગામ છે શહેરમાં ૩પ અને ગ્રામ્યમાં ૭ર કેસ મળીને ૧૦૮ કેસ સામે આવ્યા હતા જયારે ર૬૦ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને એક દર્દીનું મોત નીપજયુ હતુ.
પોરબંદરમાં સંક્રમણ વધી રહયુ છે આજે ૭પ નવા કેસ નોંધાયા હતા જયારે અમરેલીમાં રપ કેસ અને બે દર્દીનાં મોત થયા હતા. અમરેલીમાં હજુ કોરોનાની સ્થિતિ સુધરી નથી લોકો લાપરવાહ ન રહે. ગીર સોમનાથ જિલ્લામાં પણ ૩પ પોઝીટીવ કેસનો આંક આવ્યો છે તે ચિંતાજનક છે જગારે દેવભૂમી દ્રારકામાં ર૬ કેસ અને એકનું મોત થયુ છે. મોરબી જિલ્લામાં કોરોનાથી હવે લોકોમાં હાશકારો અનુભવાઈ રહયો છે માત્ર બે જ કેસ આજે આવ્યા છે જયારે સુરેન્દ્રનગરમાં ૩, બોટાદમાં ૧૧ અને ભાવનગરમાં ૬૬ કેસ સાથે એક નું મોત થયુ છે. કોરોનાનો ડર લોકોમાં હાલ તો ઘટી રહયો છે.
રાજકોટમાં મ્યુકર માઈકોસીસનાં ૧૩ નવા દર્દીઓ, ૧૯ ઓપરેશન
કોરોનાની સ્થિતિ પર લગામ આવી રહી છે પરંતુ મ્યુકર માઈકોસીસી નાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોય તે ચિંતાનો વિષય બન્યો છે. રાજકોટ સિવિલમાં ઉભા કરાયેલા સ્પેશ્યલ વોર્ડમાં આજે રવિવારે ૧૩ નવા દર્દીઓ આવતા કુલ સંખ્યા ૪૩૦ ની થઈ છે જયારે હાલ ૧૮ર દર્દી સમરસમાં દાખલ છે. આજે રેકોર્ડ બ્રેક ૧૯ ઓપરેશન કરવામાં આવતા કુલ ઓપરેશનની સંખ્યા ૩૦૬ ની થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાંથી સૌથી વધુ આવે છે. ૧૦૦ જેટલા કેસ સોરઠમાંથી પીડીયુ સિવિલ રાજકોટમાં આવ્યા છે.
Comments
Post a Comment