
વડોદરા, તા. 31 મે 2021, સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને દોઢ વર્ષ બાદ બ્રહ્મજ્ઞાન થતાં ટ્રાફિકમાં અવરોધ રૂપ સંગમ ચાર રસ્તા પાસેનું આઈલેન્ડ તોડાયું છે, જ્યારે સરદાર એસ્ટેટ પાસે આઈલેન્ડને તોડવાની કામગીરી ચાલી રહી છે. 2 દિવસ સુધી કામગીરી વિલંબમાં પડતાં સ્થાયી અધ્યક્ષે અધિકારીઓનો ઉધડો લીધો હતો.
સ્થાયી ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત થતાં ટ્રાફિક આઇલેન્ડ તોડી નાખવા નિર્ણય લેવાયો છે. સંગમ ચાર રસ્તાનું ટ્રાફિક આઇલેન્ડ તોડાયા બાદ હવે ખોડિયાર નગર ચાર રસ્તા અને મહાવીર ચાર રસ્તાના ટ્રાફિક આઇલેન્ડ તોડી નખાશે. જોકે સરદાર એસ્ટેટ પાસેનું ટ્રાફિક આઇલેન્ડ તોડવામાં 2 દિવસનો સમય લેતાં ડો.હિતેન્દ્ર પટેલે ગંભીર નોંધ લઈ પૂર્વ ઝોનના સંબધિત અધિકારીને કોઈનું દબાણ છે તેવો સવાલ કર્યો છે.
આખરે સરદાર એસ્ટેટ પાસેનું ટ્રાફિક આઇલેન્ડ તોડવાની કામગીરી પાલિકાએ હાથ પર લીધી છે. તે પછી ખોડિયાર નગર અને મહાવીર ચાર રસ્તાનાં આઇલેન્ડ તોડી પડાશે એક બાજુ પૂર્વ ચેરમેન ટ્રાફિક આઇલેન્ડ બનાવ્યા તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી તયારે બીજી બાજુ હાલના ચેરમેન દવારા તોડી પાડવામાં આવ્યા છે સાથે ટ્રાફિક વ્યવસ્થા સારીપૂર્વ રીતે સુચારુ રૂપે થઈ ગઈ છે પરંતુ 25 થી 30 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ માથે પડ્યો છે આ ટ્રાફિક આઇલેન્ડ બનાવનાર કોન્ટ્રાક્ટર ને પણ બિલ નહિ ચૂકવવા સામાજીક કાર્યકર અતુલ ગામેચી મીડિયા સમક્ષ માગણી કરી હતી
Comments
Post a Comment