
વડોદરા, તા. 31 મે 2021, સોમવાર
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની ઓફિસની સામેના ભાગમાં આવેલા મારી માતાના ખાંચામાં જ છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી અને ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાના મુદ્દે આજે સ્થાનિક રહીશોનો મોરચો કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યો હતો જ્યાં તેઓએ મેયર સમક્ષ રજૂઆત કરી હતી.
વડોદરા શહેરના મરી માતા ના ખાંચા સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી આવતું હોવા અંગે સ્થાનિક રહીશોએ કોંગ્રેસના કોર્પોરેટર વાળુ સુરવે ને કરી હતી જે અંગે કોર્પોરેટર એ જે તે વિભાગના અધિકારીઓને પણ ટૂંકુ પાણી મળે તે માટે રજૂઆત કરી હતી છતાં પણ છ મહિનાનો સમય ગાળો થઈ ગયો છે પરંતુ હજુ પણ ગંદુ પાણી આવતું રહે છે.
આ અંગે આજે સ્થાનિક રહીશોએ કોર્પોરેશન ખાતે મોરચો લઇ જઇ ગંદાપાણીની બોટલ ભરીને મેયર સમક્ષ રજૂઆત કરી હતી આ રજૂઆતને સાંભળી તેઓએ વહેલી તકે ગંદાપાણીના પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી ખાતરી આપી હતી.
https://ift.tt/3p5kx7k
Comments
Post a Comment