
ભુજ,શનિવાર
કચ્છ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને દર્દીઓ સાજા થવાની સંખ્યા વાધી રહી છે તેવામાં મોતનો પ્રમાણ હજુ પણ જારી છે. આજે પણ કોરોના બે વ્યકિતઓને ભરખી ગયો હતો. તો બીજીતરફ કેસો ઘટી ગયા હોવાની ચર્ચા વચ્ચે બજારમાં નાસ્તા સહિતના અમુક ધંધાઓ મોડી સાંજ સુાધી ધમાધમતા હોય છે.
ભુજમાં રોજના સંખ્યાબધૃધ કેસો નોંધાતા હતા તેવામાં આજે ભુજ અને ગાંધીધામ શહેરમાં માત્ર એક-એક કેસ નોંધાયા હતા જો કે, ભુજ તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં ૭ કેસ નોંધાયા હતા.
આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં અબડાસા તાલુકામાં ૩, અંજાર તાલુકામાં ૭, ભચાઉ શહેર-તાલુકામાં ૧-૧, ગાંધીધામ તાલુકામાં ૬, લખપત તાલુકામાં ૧, માંડવી શહેરમાં ૨, ગ્રામિણમાં ૪, મુંદરા તાલુકામાં ૧, નખત્રાણા તાલુકામાં ૪, રાપર શહેરમાં ૧ અને ગ્રામિણ વિસ્તારમાં ૪ એમ શહેરી વિસ્તારમાં ૬ અને ગ્રામિણ વિસ્તારમાં ૩૮ કેસો નોંધાયા હતા. એકટીવ પોઝીટીવ કેસો ૨૮૨૧ મળી કુલ ૧૨૨૪૪ કેસો થયા છે. આજના બે મોત સાથે રેકર્ડ પર ૨૭૫ મોત નોંધાયા છે. આજ સુાધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૯૩૧૧ થઈ છે.
દરમિયાન કેસો ઘટી રહ્યા છે એમ માનીને લોકો બેદરકાર બનીને બહાર ઘુમી રહ્યા છે તો વળી વેપારીઓ પણ દુકાનો ખોલી રહ્યા છે. સાંજના સમયે જે નાસ્તાના ધંધાર્થીઓ બંધ હતા તેવાઓએ હવે પાર્સલ સુવિાધા ચાલુ કરી નાખી છે.
https://ift.tt/34vaFKY
Comments
Post a Comment