
આણંદપર(યક્ષ)તા.૨૯
કચ્છના વગડા(જંગલ)માં દેશી ખેર,દેશી બાવળિયો,ખારી-મીઠી જાર સહિતના અનેક ઘણા વૃક્ષો જોવા મળતા હતા.જયારાથી કચ્છમાં પવન ચક્કીઓ એ પગ પેસારો કર્યો છે.ત્યારાથી આવી નીલી ઝાડીઓનો સોથ વળી ગયો છે.સાથે વગડાઓમાં નાના મોટા તળાવો હતા તે પણ આ પવનચક્કીઓના કારણે લુપ્ત થઈ ગયા છે.વગડાઓ(જંગલ)માં જયાં જુવો ત્યાં પવનચક્કીઓ તેમજ વિજ ટાવર જોવા મળી રહ્યા છે.જે જંગલો એક દિવસ હરિયાળી ઝાડીઓાથી શોભતો હતો જે આજે પવનચક્કીઓ અને વીજ ટાવરાથી શોભી રહ્યો છે.જંગલોને ભરડો લીધા બાદ હવે રોડને પવનચક્કીઓના સાધન ભરેલા મોટા ટ્રેલરો ભરડો લઈ રહ્યા છે.
હાઈવે પર જયાં થોડી ઘણી જગ્યા દેખાય એટલે આ પવનચક્કીઓના સાધનો લઈ જતા મોટા મહાકાય ટ્રેલરો રસ્તાની સાઈડમાં તેમજ રોડપર ઉભા રાખી દેવામાં આવે છે.આમ બને સાઈડમાં આવા મહાકાય ટ્રેલરોને ખડકી દેવામાં આવતા એક તો રોડની જગ્યા સાંકડી થઈ જાય છે.તેમજ લાંબા મહાકાય ટ્રેલરો હોવાથી તેમજ ગોલાઈ પર રાખવાથી સામેાથી આવતા વાહનો પણ નાથી દેખાતા આમ થવાથી ક્યારેક નાના મોટા અકસ્માત થવાનો પણ ભય રહેલો હોય છે.
દેશલપર નલિયા હાઇવેપર આવેલ મંગવાણા ચોકડી પાસે આજે ત્રણ દિવસ થયા પવનચક્કીઓના સર-સમાન લઈ જતા છ થી સાત મોટા મહાકાય ટ્રેલરો રોડની બને સાઈડમાં ઉભા રાખી દેવામાં આવ્યા છે. રોડની બને સાઈડોમાં આ મહાકાય ટ્રેલરો ઉભા રાખવાથી રોડ પરની જગ્યા સાકડી થઈ જવાથી બીજા વાહનોને નિકળવવું મુશ્કેલ થઈ પડે છે.આ મહાકાય ટ્રેલરો મોટા હોવાથી સામ-સામા વાહનો નજીક આવે ત્યારે ખબર પડતી હોય છે.કયારેક અકસ્માત પણ થવાનો ભય રહેલો છે.આ હાઈવે હોવાથી સતત ટ્રાફિક રહેતી હોય છે.આ રોડ પરાથી સિમેન્ટની ગાડીઓની સતત અવર જવર તેમજ ઈમરજન્સીમાં નીકળતી ૧૦૮ને પણ તકલીફ પડી રહી છે.આ બાબતે તંત્ર મૌન કેમ છે એ ખબર પડતી નાથી.આવા મહાકાય ટ્રેલરોને ઉભા રાખવા ઘણા મોટા મેદાનો છે છતાં પણ રોડપર તેમજ રોડની સાઈડમાં જ ઉભા રાખી ટ્રાફિકને અડચણ રૃપ થઈ રહ્યા છે.તેવું કૃષ્ણકાન્ત પંડયાએ જણાવ્યું હતું.
https://ift.tt/3yQ5bID
Comments
Post a Comment