વેબસાઇટના માધ્યમથી લગ્ન બાદ પતિ અને સાસુ દ્વારા દહેજ મુદ્દે પરિણીતાને ત્રાસ : મર્સિડીઝ કાર લાવવા પતિનું દબાણ

વડોદરા, તા. 31 મે 2021, સોમવાર
વેબસાઇટના માધ્યમથી લગ્ન કર્યા બાદ પતિ અને સાસુ દ્વારા દહેજ મુદ્દે પરિણીતાને ત્રાસ ગુજારવા બદલ મહિલા પોલીસે સ્ત્રી અત્યાચાર, મારામારી અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી યુવતી ના લગ્ન વેબસાઇટના માધ્યમથી વર્ષ 2020 દરમિયાન પરિવારજનોની સંમતિથી મુંબઈના રહેવાસી જીતેશ પ્રદીપકુમાર અગ્રવાલ સાથે થયા હતા .લગ્ન અગાઉ હનીમૂન મુદ્દે તકરાર થઇ હતી. લગ્ન સમયે માતા પિતાએ કરિયાવરમાં સોના-ચાંદીના દાગીના ,ઘરવખરી અને રોકડ રૂપિયા આપ્યા હતા.
પતિ અવારનવાર માનસિક ત્રાસ આપી ઘાતકી વર્તન કરતો હતો. યુવતીના માતા-પિતાએ ઓછું દહેજ આપવા મુદ્દે મહેણા ટોણા મારી મજાક ઉડાવતા હતા અને જણાવતા કે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કર્યા હોત તો પાંચ કરોડ રૂપિયા મળે. તેમજ અમારા રિવાજ પ્રમાણે તહેવારોમાં છોકરીના પિયરમાંથી એસી તથા ગિફ્ટ આવતા હોય છે તારા પિયરમાંથી ભેટસોગાદ આવતી નથી.
પતિ પિયરમાંથી મરસીડીઝ કાર લાવવા દબાણ કરતો હતો. જમવા બાબતે પણ સાસરિયાઓ ભેદભાવ રાખતા હતા. પતિ શારીરિક સંબંધ બાંધતો ન હતો. બિઝનેસ પાર્ટનર ગરિમા ના કહેવા પર પતિ ચાલતો હતો. આમ અવારનવાર ઝઘડાથી કંટાળી પરિણીતા પિયર આવી પતિ તથા સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
Comments
Post a Comment