
વડોદરા,તા,29 મે 2021.શનિવાર
વડોદરામાં કર્ફ્યુ દરમિયાન પોલીસ કમિશનરના જાહેરનામાનો સદંતર ભંગ કરી લગ્ન પ્રસંગની ઉજવણી માટે સાઉન્ડ સિસ્ટમ પર મોડી રાતે ડાન્સ કરી રહેલા યુવકોને પોલીસે અટકાવી પાંચની અટકાયત કરી હતી.
ફતેગંજ પોલીસની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન નવાયાર્ડ વિસ્તારમાં ફૂલવાળી ચાર રસ્તા નજીક સાઉન્ડ સિસ્ટમ પર ગીતોનો મોટેથી અવાજ આવતો હતો અને કેટલાક યુવકો ડાન્સ કરી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે લગ્ન પ્રસંગની ઉજવણી દરમિયાન કર્ફ્યુ હોવા છતાં કેટલાક લોકો નાચગાન કરી રહ્યા હતા. તેમણે માસ્ક પણ પહેયૉ ન હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હતું. પ્રાથમિક પૂછપરછમાં લગ્ન પ્રસંગ હોવાના કારણે નાચગાન ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ઉપરોક્ત સ્થળે થી પાંચ ની અટકાયત કરી હતી. જેમાં(1) મહંમદ અનસ મીરખાન પઠાણ (2) હર્ષ દિલીપભાઈ પરમાર (3) ઇમરાન ઉર્ફે દરબાર ઈબ્રાહમ રાઠોડ (4) જાકીર ઉર્ફે કાલુ દિલીપ ભાઈ રાઠોડ અને (5) ફૈઝલ અહેમદ ખાન પઠાણ (તમામ રહે નવાયાર્ડ )નો સમાવેશ થાય છે.
https://ift.tt/3vzN1bM
Comments
Post a Comment