
અમદાવાદ, રવીવાર
થોડા મહિના પહેલા જ કોરોના સંક્રમિત થયેલા અને પાલડીમાં રહેતા ૮૦ વર્ષના વૃધ્ધે પોતાના ફ્લેટના ટેરેસ પર જઈને દવા પી લઈને આપઘાત કર્યો હતો. તેમણે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે તેમને મ્યુકરમાયકોસિસ થયો છે અને મોઢામાં સભેદ ફંગસ ચાંદા પડયા છે. જેની સારવાર શક્ય લાગતી નથી માટે હું મારા દેહનો સ્વેચ્છાએ ત્યાગ કરૃ છું. પાલડી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ પાલડીમાં નારાયણનગર રોડ પર અમન એપાર્ટમેન્ટ વિશ્વકુંજ સોસાયટી ખાતે નિંજનભાઈ ગરમાનભાઈ પટેલ(૮૦) તેમના પત્ની સાથે રહેતા હતા. તેમનો એક દિકરો અમેરિકા છે જ્યારે બીજો દિકરો મુંબઈ રહે છે. ચાર મહિના પહેલા તેમને કોરોના થયો હતો. તે સિવાય તેમને ડાયાબિટીશનીપણ બિમારી હતી. મોઢામાં ચાંદા પડતા તેમને મ્યુકર માયકોસિસ થયો હોવાનું લાગ્યુંહતું.
જેને કારણે તેમણે ૨૭ મે ૨૦૨૧ના રોજ સાંજે તેમના ફ્લેટના ટેરેસ પર જઈને ધેરી દવા પી લીધી હતી.સારવાર માટે તેમને પાલડીની હ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન ૨૯ મે ૨૦૨૧ના રોજ સવારે તેમનું મૃત્યુ નીપજ્યુ હતું. ઘટનાસ્થળેથી પાલડી પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મ્યુકરમસ્કોસિસ થયો હોવાથી દેહત્યાગ કર છું ઃ સ્યુસાઈડ નોટ
નિરંજનભાઈએ લખેલી સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં તેમણે કુટુંબીજનોને ઉદ્દેશીને લખ્યું હતું કે મને મ્યુકર માયકોસિસ થયો છે અને મારા મોઠામાં સફેદ ફંગસ ચાંદા પડયા છે. હવે આ કોરોના કાળમાં હોસ્પિટલમાં આ રોગની સારવાર મને શક્ય નથી લાગતી. તેથી હું મારા દેહનો સ્વેચ્છાએ ત્યાગ કરૃ છું. આ રોગની જાણ મેં મારા પત્ની બન્ને દિકરા અને વહુઓને પણ કરી હતી. વધુમાં તેમણે પોલીસને ઉદ્દેશીને લખ્યું હતું કે તે સ્વેચ્છાએ દેહત્યાગ કરતા હોવાથી તેમના પરિવારને ખોટા સવાલ કરીને પરેશાન કરશો નહી. મારી ઉંમર ૮૦ વર્ષ થઈ ગઈ છે ઉપરોકત રોગ સિવાય પણ મારા શરીરમાં ડાયાબિટીશ, કોલેેસ્ટેરોલ વગેરે ઘણા રોગ છે. આતી મારા શરીરથી હું થાકી ગયો છું. આ કૃત્ય બદલ આપ સર્વેની હું માફી માંગઉ છું, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
https://ift.tt/3p62RZC
Comments
Post a Comment