Skip to main content

બારડોલીના ઉમરાખ ગામના ડાયમંડ વર્કરનાં ફેફસામાં ૭૫ ટકા કોરોના સંક્રમણ, છતા કોરોનાને હરાવ્યો

બારડોલી, 30 મે 2021 રવિવાર

સુરત સ્થાનિક પ્રશાસને કોરોનાની બીજી લહેર સામે ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ૩-ટી ના મંત્ર સાથે કરેલી આરોગ્ય કામગીરીના કારણે કોરોના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથોસાથ અનેક દર્દીઓ સારવાર લઈ કોરોનાને મ્હાત આપવામાં સફળ થઇ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં ૫૩ દિવસની લાંબી સારવાર બાદ બારડોલીના ઉમરાખ ગામના અને કોમ્પ્યુટર પર ડાયમંડ વર્કનું કામ કરતાં ૩૦ વર્ષીય આકાશ અશોકભાઈ પટેલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

આકાશ પટેલ જણાવે છે કે, ‘તા.૬ એપ્રિલના રોજ ખાંસી,શરદી, તાવ અને શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા પરિવારના સભ્યોએ મને સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કર્યો. જયાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો અને મને ફેફસામાં ૭૦ થી ૭૫ ટકા કોરોનાનું સંક્રમણ હતું. ડર હતો કે બચી શકીશ કે કેમ?.

કોરોના સંક્રમણને લીધે હૃદયમાં પાણી ભરાઇ ગયું હતું. ઓક્સિજન લેવલ ૮૦ થી ૮૫ ટકા હતું. જેના કારણે ૬ દિવસ સુધી બાયપેપ પર તથા તા.૧૧ મી એપ્રિલ બાદ તબિયતમાં સુધારો જણાતા ૧૫ લિટર ઓક્સિજન પર રાખવામાં આવ્યો હતો. ધીરે ધીરે તબિયતમાં સુધારો આવતો ગયો. તા.૨૬ મેના રોજ મને નોર્મલ રૂમ એર પર રાખવામાં આવ્યા ત્યારબાદ તા.૨૮ મેના રોજ મારો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી છે. પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. હું ૫૩ દિવસની સારવાર બાદ બાળકો અને પત્નીને પુન: મળી શક્યો છું, અને મારો પરિવાર પણ હું સંપૂર્ણ સ્વસ્થ થયો એ માટે અનહદ આનંદિત છે.

વધુમાં કોરોનામુકત થયેલા આકાશ પટેલ કહે છે કે, હું સ્મીમેર હોસ્પિટલના તબીબો અને મેડિકલ ટીમનો બે હાથ જોડી આભાર વ્યક્ત કરૂ છું. કારણ કે એમણે મને જીવનદાન આપ્યું છે. તેમણે સારવાર દરમિયાન કરેલા પ્રયત્નોને હું ક્યારેય ભૂલી શકીશ નહી. તબીબી સ્ટાફ મારા માટે ભગવાનથી ઓછા નથી. હું જીવનભર એમનો કૃતજ્ઞ છું.

https://ift.tt/3c5UveZ

Comments

Popular posts from this blog

Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી

અમદાવાદ:  રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે.  આગામી છ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી.  આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે.

21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળ...

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Weather Forecast | રાજ્યના આટલા વિસ્તારોમાં અપાયું ગરમીનું યલો એલર્ટ, જુઓ વીડિયો

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..