
વડોદરા, તા. 31 મે 2021, સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાર્માસિસ્ટ અને મલ્ટી પર્પસ વર્કરની અંદાજે 180 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં આન્સર-કીમાં છબરડા થતાં પરીક્ષા આપનારા ઉમેદવારોનું ભાવિ જોખમમાં છે તે અંગે આજે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરી છે જે અંગે મ્યુનિસિપલ કમિશનરે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત તારીખ ૨૮ માર્ચના રોજ મલ્ટીપર્પઝ અને ફાર્માસિસ્ટની 180 જગ્યા પર અંદાજે 10,200 ઉમેદવારોએ લેખિતમાં પરીક્ષા આપી હતી ત્યારબાદ જે પ્રોવિઝનલ આન્સર-કી હતી તેમાં પ્રશ્નો ખોટા હતા અને તે પછી ફાઈનલ આન્સર કી આપી છે તેમાં પણ 70% પ્રશ્ન ખોટા હતા જેથી બે વખત ફાઈનલ આન્સર કી રદ કરી હતી.
પરીક્ષાની આન્સર કીમાં છબરડા થતાં હોવાને કારણે મેરીટમાં પણ અનેક ઉમેદવારો આવી શકે તેમ રહેશે નહીં અને તેઓનું ભાવિ ટૂંકમાં છે જે અંગે આજે ઉમેદવારોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને આન્સર કી માં થયેલા છબરડા ની તપાસ કરવા માંગણી કરી હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પીએ તેઓની રજુઆત સાંભળી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને આ પરીક્ષામાં પરિણામ 15 દિવસમાં બહાર પાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
https://ift.tt/2RVxdBC
Comments
Post a Comment