
અમદાવાદ, રવીવાર
બસ સ્ટેન્ડ પર સામાન લઈને ઉભા રહેલાઓને પેસેન્જર તરીકે કાર અને રિક્ષામાં બેસાડીને તેમનો કિંમતી સામાન અને રોકડ રકમી ચોરી કરતી ગેંગના ચાર શખ્સોની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે. તેમની પાસેથી પોલીસે ૧૯ ડાયમંડ, કાર અને રિક્ષા મળીને ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પેસેન્જરોને કાર અને રિક્ષામાં બેસાડીને તેમના કિંમતી સામાનની ચોરી કરતી ગેગ સક્રિય હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મલી હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને ઈકો કાર અને રિક્ષામાં બીબી તળાવથી સૈયદવાડી તરફ જઈ રહેલા ચાર શખ્સોની અટક કરી હતી. જેમાં વટવાના દિનકરસિંગ બી.રાજપુત(૨૮), સરખેજના મહંમદનવાઝ ઉર્ફે સલમાન એમ.શેખ(૩૦), વટવાના ઝાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ એલ.સૈયદ(૫૧) અને અસરફ ઉર્ફે મુન્ના એમ.શેખ(૪૦)નો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસે રૃ.૭,૦૦૦ની કિંમતના ૧૯ ડાયમંડ, ઈકો કાર અને રિક્ષા કબજે કર્યા હતા.
આરોપીઓએ ઉંઝા સર્કલ પાસેથી એક વ્યક્તિને પેસેન્જર તરીકે ઈકો કારમાં બેસાડીને તેના તેલામાંથી ત્રણ પર્સની ચોરી કરી હતી. તે સિવાયકાલુપુરમાં પેસેન્જરના રૃ.૯૫,૦૦૦, એક્સપ્રેસ હાઈવે પર પેસેન્જર પાસેથી રૃ.૭૪,૦૦૦ની ચોરી કરી હતી. તે સિવાયનહેરનગર સર્કલ, પ્રેમદરવાજા, સીટીએમ, ઈસ્કોન ચાર રસ્તા, ઘોડાસર, પાલડી, સુભાષબ્રિજ, ચાંદખેડા, ચિલોડા, રાણીપ, સરખેજ ઉજાલા, મહેસાણા અને અડાલજ સહિત ૩૫ ઠેકાણે પેસેન્જરો પાસેથી રોકડ રકમ અને કિંમતી સામાનની ચોરી કરી હતીઆરોપીઓ વિવિધ ઠેકાણે બસ સ્ટેન્ડ પરથી લોકોને પેસેન્જર તરીકે રિક્ષામાં કે કારમાં બેસાડીને નજર ચુકવીને તેમના સામાનમાંથી કિંમતી સામાન અને રોકડ રકમની ચોરી કરતા હતા. બાદમાં કોઈપણ બહાનુ કાઢીને પેસેન્જરને ઉતારીને ભાગી જતા હતા.
Comments
Post a Comment