
વડોદરા, તા. 31 મે 2021, સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોનસુનની ચાલતી કામગીરી દરમિયાન નિષ્કાળજીને કારણે ગઇરાત્રેની ગઈ રાતે ગોરવા વિસ્તારમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા પૂર્વે ની કામગીરી અત્યારે છેલ્લી ઘડી સુધી ચાલી રહી છે ત્યારે ગટરો સાફ કરવામાં આવી રહી છે. તે બાદ ગટરોના ઢાંકણાં બંધ કરવામાંનહિ આવતા સુભાનપુરા સંતોષનગરમાં રહેતા પ્રવિણભાઇ ચૌહાણ (ઉં.45) પોતાની મોટર સાઇકલ લઇ નોકરી જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગોરવા ભાઇલાલ અમીન મેરેજ હોલ, પ્રકૃતિ કોમ્પ્લેક્ષ સામે ગટરના ખુલ્લા ઢાંકણાં સાથે તેઓની મોટર સાઇકલ અથડાતા પ્રવિણભાઇ બાઇક ઉપરથી રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેઓને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું.
જોકે, ગોરવા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રવિણભાઇ ચૌહાણ મોટર સાઇકલ લઇને નોકરી જવા માટે નીકળ્યા હતા. તે સમયે પ્રૃકતિ કોમ્પ્લેક્ષ સામે તેઓની મોટર સાઇકલ સ્લિપ ખાઇ જવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.
Comments
Post a Comment