
અમદાવાદ, રવીવાર
કોરોનાના દર્દીને તેના ઓળખીતા ડોક્ટરે દવા લખી આપીને ઘરે જ સારવાર કરવા જણાવ્યું હતું. પરંતુ દર્દીએ મેડીક્લેમ મંંજુર કરાવવા માટે ડોક્ટરની હોસ્પિટલમાં સારવાર લીધી હોવાના ખોટા દસ્તાવેજ ઈન્સ્યોરન્સ કંપનીમાં રજુ કરીને છેતરુિંડી કરી હતી. જેને પગલે ડોક્ટરે તેની વિરૃધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બોડકદેવમાં શીતલ પ્લાઝા ખાતે રહેતા ડો.ભાવેશભાઈ ડી.ઓઝા(૪૨) સેટેલાઈટમાં અક્ષરજ્યોત કોમ્પ્લેક્સ ખાતે શિવમ હોસ્પિટલ ધરાવે છે. તેમની હોસ્પિટલની બાજુમાં ટ્રેલરની દુકાન ધરાવતા સીવાભાઈ સી.પરમાર અવારનવાર તેમની હોસ્પિટલમાં દવા લેવા માટે આવતા હોવાથી ભાવેશભાઈ તેમને ઓળખતા હતા. ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ શીવાભાઈ બિમાર થતા ભાવેશભાઈની હોસ્પિટલમાં દવા લેવા આવતા તેમનો ટેસ્ટ કરાવાતા તેમને કોરોના પોઝીટીવ આવ્યો હતો. શીવાભાઈએ ભાવેશભાઈને તેમની હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યુંહતું.
જોકે ડો. ભાવેશભાઈએ તેમને તબિયત સારી હોવાથી ઘરે રહેવાની સલાહ આપી જરૃરી દવા આપી હતી. દરમિયાન ૪ મેના રોજ આઈ.સી.આઈ.સી.આી.લોમ્બાર્ડ કંપનીના કર્મચારી તેજસભાઈ વેરીફિકેશન કરવા હોસ્પિટલ આવ્યા હતા અને ભાવેશભાઈને શીવાભાઈ પરમારના જરૃરી દસ્તાવેજો બતાવ્યા હતા. ઉપરાંત ભાવેશભાઈની હોસ્પિટલમાં દાખલ થયા અંગે તથા રજા આપ્યા અંગેનું ફોર્મ બતાવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલના લેટર પેડ પર આપેલ દવા તથા સમરી ભરેલી હતી. જોકે ભાવેશભાઈએ તપાસ કરતા તેમની હોસ્પિટલનો લેટર પેડ ખોટો હતો અને હોસ્પિટલનો સિક્કો પણ ખોટો હતો.તે સિવાય ભાવેશભાઈની સહી પણ શીવાભાઈએ જાતે કરી હોવાનું જણાતું હતું. આથી ભાવેશભાઈએ શીવાભાઈ તેમની હોસ્પિટલમાં દાખલ થયા નથી તે તેમણે સહી સિક્કા પણ કરી આપ્યા ન હોવાની જાણ કરતો લેટર કંપનીને આપ્યો હતો. આમ શીવાભાઈ પરમારે મેડીક્લેમ મજંર કરાવવા કંપનીમાં ખોટા દસ્તાવેજો રજુ કરતા ભાવેશભાઈએ તેમની વિરૃધ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/3i31Lfu
Comments
Post a Comment