
આણંદ : આણંદ શહેરની પાયોનિયર હાઈસ્કુલ નજીક આવેલા શક્તિભુવન ખાતે ગઈકાલે રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી અંદરથી રૂા.૧.૯૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા આ અંગે આણંદ શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આણંદ શહેરની પાયોનિયર હાઈસ્કુલ નજીક આવેલ શક્તિ ભુવનમાં દિપેશભાઈ અમૃતભાઈ ગાંધી તથા તેઓના મોટાભાઈ સતીષભાઈ ગાંધી પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા.૨૭મીના રોજ દિપેશભાઈના ભાઈ સતીષભાઈ પરિવાર સાથે બહારગામ ગયા હતા. દરમિયાન રાત્રિના સુમારે અજાણ્યા તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનની પાછળના ભાગે આવેલ કાચની બારીમાંથી મકાનમાં પ્રવેશ કરી ઉપરના તથા નીચેના માળે મુકેલ લાકડાના કબાટના દરવાજા તેમજ લોકર તોડી અંદર મુકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ્લે રૂા.૧.૯૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બીજા દિવસે વહેલી સવારના સુમારે દિપેશભાઈએ ઉઠીને ઘરમાં તપાસ કરતા માલસામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. પ્રથમ માળે તપાસ કરતા ત્યાં પણ માલસામાન વેરવિખેર પથરાયેલ હોઈ ચોરી થઈ હોવાનું માલુમ પડતા દિપેશભાઈ ગાંધીએ આ અંગે આણંદ શહેર પોલીસ મથકને જાણ કરતા આણંદ શહેર પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી ફીંગરપ્રિન્ટ નિષ્ણાંત અને ર્ડાગસ્કવોર્ડની મદદ લઈ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
https://ift.tt/2UgzYyw
Comments
Post a Comment