
- ઓનલાઈન સ્ટડી બાદ માત્ર ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે,કાર્ટૂનને બદલે ક્રિકેટ જુએ છે : પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ હેલિકોપ્ટર શોટ્સ ની પ્રશંસા કરી
સુરત : ઘણીવાર નાના બાળકો એવી કમાલ કરી બતાવે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ત્યારે સુરતના 7 વર્ષના ક્રિકેટ પ્રેમી બાળક તનય જૈને એવું કરી બતાવ્યું છે કે તેના વખાણ દેશના ક્રિકેટર પણ કરી રહ્યા છે. તનયના હેલિકોપ્ટર શોર્ટ્સ જોઈને સૌ કોઈ દંગ છે. ક્રિકેટર થી કમેન્ટેટર બનેલા આકાશ ચોપરાએ પણ તનયના હેલિકોપ્ટર શોટની પ્રશંસા કરી છે.
ધોરણ 2 માં અભ્યાસ કરતા માત્ર સાત વર્ષના તનય જૈનની રમત મોટાઓને પણ હંફાવે છે. તેમાં પણ તેના હેલિકોપ્ટર શોટ્સના વિડીયો સોશિયલ મીડિયામાં વખણાય છે. કોમેન્ટેટર આકાશ ચોપરાએ તના હેલિકોપ્ટર શોટ્સ પર સોશિયલ મીડિયામાં કોમેન્ટ્રી કરી છે. જેને ચાર દિવસમાં 69 હજાર કરતાં વધુ લાઈકસ મળી છે. તનય દરેક પ્રકારના શોટ્સ રમે છે. કાર્ટૂન ને બદલે ક્રિકેટ જુએ છે અને ક્રિકેટ શીખે છે. ઓનલાઈન સ્ટડી બાદ માત્ર ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. તે કોઈ ગેજેટ તરફ આકર્ષાયો નથી.
તનયે કહ્યું કે, બે કલાક ભણું છું અને આઠ કલાકથી વધુ સમય ક્રિકેટની પ્રેકટીસ કરું છું. મને હોલિકોપ્ટર શોટ ખૂબ જ ગમે છે. મારે વિરાટ કોહલી બનવું છે. ભારત માટે તે ક્રિકેટ રમવા ઇચ્છે છે. કોચ સની સિંઘે કહ્યું કે, છેલ્લા આઠ મહિનાથી તે ક્રિકેટ શીખી રહ્યો છે. પરંતુ તે તેની ઉંમર કરતાં વધારે સમજદાર છે. તેનો ગ્રાસપિંગ પાવર અને લિસનિંગ પાવર તેની ઉંમરના અન્ય બાળકો કરતા વધુ છે. તેને હેલિકોપ્ટર શોટ પ્રિય છે પરંતુ તે પ્રોફેશનલી બધા જ શોર્ટ્સ રમે છે. તે બેક ટુ બેક 7 થી 8 શોટ રમે છે.
પિતા જીનેશ જૈને જણાવ્યું હતું કે ,તનય ચાર વર્ષનો હતો ત્યારથી જ મેચ જોતો હતો. પરિવારમાં 15 સભ્યો છે. બે સભ્યોને કોરોના થયો ત્યારે પણ ડરવાને બદલે તનય જાગૃત રહી કોવિડના નિયમોનું પાલન કરી કોરોના સંક્રમણથી બચી શક્યો. ક્રિકેટની રમત પ્રત્યે તેનું સમર્પણ દરેક ઉંમરના લોકો માટે પ્રેરણાદાયી છે.અમે તેને ડાયટમાં ફ્રૂટ, જ્યુસ, ડ્રાયફ્રૂટનું અચૂક ધ્યાન રાખીએ છીએ.
Comments
Post a Comment