
- જામનગર જિલ્લામાં કોરોનાના વધુ બે દર્દીઓના મોત, અન્યત્ર મૃત્યુ આંક ઝીરો
- જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈને તા.૨ જુને સાજા થઈ ગયેલા વૃધ્ધાનાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનો પૂણે લેબ.નો રિપોર્ટ
રાજકોટ
સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર હજુ તો માંડ શાંત પડી રહી છે એવામાં જ આજે જામનગરમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું આગમન જાહેર થતાં જ ચિંતા ઓચિંતી વધુ ગઈ છે. અલબત, વૃધ્ધ વયના એ મહિલા આજતી ૨૩ દિવસ પહેલા જ સ્વસ્થ બની ગયાછે. પરંતુ પૂણેથી આજે આવેલા તેમના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની હાજરી માલૂમ પડી છે. જેથી તેમના વિસ્તારમાં સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક વયોવૃધ્ધ મહિલા ગત મે મહિનામાં કોરોના સંક્રમિત બની ગયા હતાં. અન્નપૂર્ણા મંદિરની પાસે રહેતા વયોવૃધ્ધ મહિલાન ેજી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગત ૨૮મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી, જેમને ૨ જુનના દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ તે હાલ પોતાના ઘેર સ્વસ્થ અવસ્થામાં છે. દરમિયાન, તેને ડેલ્ટા પ્લસ વેરીયન્ટ છે કે કેમ, તેની ચકાસણી માટે જી.જી. હોસ્પિટલમાંથી રિપોર્ટ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ છે.
જામનગર મહાનગરપાલિકાના આરોગ્યવ વિભાગે આ મામલે સત્તાવાર રીતે ડેલ્ટા પ્લસની એન્ટ્રી અંગે સમર્થન આપ્યું છે. આરોગ્ય વિભાગે તેમના રહેણાંક મકાન અને આસપાસનાં વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાં ભરવાનું તાત્કાલિક અસરથી શરૂ કરી દીધું છે.
જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજથી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કારણે સરકારી જી.જી. હોસ્પિટલમાં ૦૨ દર્દીના મૃત્યુ નિપજયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના માત્ર ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો ૨૨,૧૮૮ નો થયો છે. જયારે ગ્રામ્ય વિસ્તારના પણ માત્ર ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૨,૪૨૩ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૫,૯૨૯ નો થયો છે.
રાજકોટ શહેરમાં આજે ફક્ત ૭ કેસ નોંધાતા હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧૩ થઈ છે, જયારે રૂરલમાં આજે ૬૦૧ ટેસ્ટમાંથી માત્ર ૧ નવો કેસ ઉમેરાતા ૧૨ એક્ટિવ કેસ હાલ છે. મોરબી, પોરબંદર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં આજે કોઈ નવા કેસ નતી નોંધાયા. જૂનાગઢ શહેરમાં પણ કોઈ કેસ નતી ઉમેરાયો. આવું લાંબા સમય બાદ બનતાં રાહત વ્યાપી છે, જયારે આજે વંથલીમાં ૨ અને માંગરોળમાં ૧ કેસ ઉમેરાયો છે.
અમરેલી જિલ્લામાં કોરોનાના આજે ૪, તેમજ સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧-૧ નવા કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં આજે ૮૬ દર્દીઓ કોરોના મુક્ત બન્યા હતાં.
રાજકોટ સિવિલમાં હાલ ૨૨ દર્દીઓ, ૧૩ વેન્ટીલેટર પર
રાજકોટ શહેર - જિલ્લાની કોવિડ હોસ્પિટલોના ૫૯૯૨ બેડમાંથી હાલ ૫૯૧૬ બેડ ખાલી છે અને ૭૬ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આમાંમથી ૨૨ રાજકોટની સિવિલમાં હોવાનું તંત્રની વેબસાઈટમાં દર્શાવાયું છે. તે પૈકી ૧૩ વેન્ટીલેટર ઉપર છે. સિવિલના અધિક્ષકે જો કે સાંજે જણાવ્યું કે આઠ જ દર્દી દાખલ છે, જેમાંથી બે પોઝિટિવ અને છ સસ્પેકટેડ છે.
https://ift.tt/2USq4TW
Comments
Post a Comment