
ભાવનગર : ગુજરાત સરકારના ગૃહ વિભાગના ગત તા.૨૫ જુન ૨૦૨૧ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા અન્ય માર્ગદશકાઓ બહાર પાડવામા આવેલ છે તેમજ નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. બોટાદ અધિક કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ બોટાદ જિલ્લામાં ગત તા.૨૬ જુન ૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી આગાામી તા.૧૦ જુલાઈ ૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નિયંત્રણો મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
બોટાદ જિલ્લામાં ગત તા.૨૬ જુન ૨૦૨૧ થી આગામી તા.૧૦ જુલાઈ ૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન તમામ દુકાનો, વાણિજયક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી, બજાર, હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓએ તા.૧૦ જુલાઈ ૨૦૨૧ સુધીમાં વેકિસનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહી તથા જે વ્યકિતઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી હોસ્પિટલમાંથી રજા આપ્યાના તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડાઝલેવાનો રહેશે.
જીમ ૬૦ % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯-૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ખુલ્લા રાખી શકાશે, આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ (સો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગાવાઈ યથાવત રહેશે, અંતિમ ક્રિયા-દફનવિધિ માટે મહત્તમ ૪૦ (ચાલીસ) વ્યકિતઓની મંજુરી રહેશે, તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધામક, સાંસ્કૃતિક કાર્યક્રમોમા તેમજ ધામક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન, ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% વ્યકિતઓ એકત્રિત થઈ શકશે. પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે યોજી શકાશે, વાંચનાલયો ૬૦ % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ચાલુ રાખી શકાશે.
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે, પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમાં થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૫૦% કેપેસીટીમાં ચાલુ રહેશે. શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીગ પુલ બંધ રહેશે. આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ અન્ય રાજ્યોમાંથી બોટાદ જિલ્લામાં પ્રવેશ કરતા મુસાફરોને આરટીપીસીઆર સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે, તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ આ દરમિયાન કોવિડ સબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અન્ય સુચનાઓ યથાવત રહેશે અને તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
https://ift.tt/3jslcPM
Comments
Post a Comment