
ભાવનગર : ધંધુકાના યુવાનને પાનના ગલ્લે ઈકો કારમાં આવેલા સાતથી આઠ શખસો પૈકી એક શખસે ઈકો કારમાં માવો અંબાયાવ તેમ કહી તેની આંખમાં બુકાની ધારી શખસોએ મરચું છાંટી દઈ છરા, ધોકા જેવા હથિયારો વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી જ્યારે તેને બચાવવા દુકાનધારક વચ્ચે પડતા તેને પણ ધારદાર હથિયાર મારી બુકાનીધારીઓએ ઈજા પહોંચાડી નાસી છુટયા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ધંધુકાના મીરાવાડી ચમારવાસમાં રહેતા અને નગરપાલિકામાં જેસીબી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ વીરાભાઈ મકવાણાએ ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ ંહતું કે, ગઈકાલે સાંજનાં ૭.૧૫ કલાકના અરસા દરમિયાન ધંધુકા અડવાળ નાકા પાસે ભરતભાઈ પાલાભાઈ મકવાણાના પાનના ગલ્લે માવો ખાવા માટે ગયા હતા તે વેળાએ ઈકો કારમાંથી એક બુકાની બાંધેલા શખસે ઉતરી દુકાને આવી તેઓને ઓલા ભાઈને માવો આપી દો તેમ કહેતા તેઓ કારમાં માવો આપવા જતા ઈકો કારમાં બેસેલા ત્રણથી ચાર અજાણ્યા શખસોએ તેની આંખમાં મરચું છાંટી દઈ તેના પર હુમલો કરી છરા-ધોકા હથિયારો જેવા વડે તેમજ ગડદા પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી જ્યારે ભરતભાઈ મકવાણા તેને બચાવવા આવતા તેને પણ માર મારી આજ તો પતાવી જ દેવો છે તેમ કહીઈકો કારમાં આવેલ સાતથી આઠ શખસો નાસી છુટયા હતા. ઉક્ત બનાવ અનુસંધાને ધંધુકા પોલીસે અજાણ્યા શખસો સામે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૬(૨) તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Comments
Post a Comment