
અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોતના ચિંતાજનક બનાવો વધી રહ્યા છે, વટવા વિંઝોલ ક્રોસિંગ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવક ઘાયલ થયો હતો, જ્યારે ઓઢવ બીઆરટીએસ કોરીડોરમાં એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતાં એકનું યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઓઢવ બીઆરટીએસ કોરીડોરમાં ડિવાઇર સાથે એક્ટિવા ટકરાતા એક યુવક નું મોત બે યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા
આ કેસની વિગત એવી છે કે જશોદાનગર પુનિતનગર પાસે ભાડાના મકાનમાં રહેતા અને વટવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા મનોજભાઇ રમેશભાઇ કલાસવા (ઉ.વ૨૪) તથા તેમનો મિત્ર રાજુભાઇ મીણા (ઉ.વ.૨૧) ગઇકાલે રાતે બાઇક પર બેસીને વટવા જીઆઈડીસી પાસે અંબિકા ચાર નજીકથી વિંઝોલ ક્રોેસિંગપાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં બન્ને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં મનોજભાઇનું સારવાર દરમિાયન મોત નીપજ્યું હતું,જ્યારે તેમના મિત્રને માથા સહિત શરીરને ભાગે ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવ ાર ચાલુ છે.
બીજા બનાવમાં ઓઢવ વિસ્તારમાં બીઆરટીએસ કોરીડોેરમાંથી એકિટવા પર ત્રણ મિત્રો જતા હતા જ્યાં ગઇકાલે મોડી રાતે એકિટવા ડિવાઇડર સાથે ટકરાતાં ત્રણેય મિત્રો પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં અભિષેક નામના યુવકનું સ્થળ પર મોત નીપજ્યુ ંહતું. જ્યારે ચિરાગભાઇ શ્રીમાળી અને સુજનભાઇ રાઠોડને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Post a Comment