
ભાવનગર : ભાવનગર શહેરના વોરાબજાર વિસ્તારમાં આવેલ ચકુ મહેતાના ડેલામાં બે દિવસ પૂર્વે પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા યુવાને તેના મિત્રોને જન્મદિવસની પાર્ટી આપી હતી. પરંતુ પાર્ટીમાં મિત્ર સાથે નજીવી બાબતે બોલાચાલી થતા તેના મિત્રએ જ છરીના ઘા ઝીંકી દેતા યુવાનનો જન્મદિન જ મૃત્યુદિન બની ગયો હતો. જે મામલે પોલીસે શખસની ધરપકડ કરી લઇ તેના કબજામાંથી હત્યા વેળાએ વપરાયેલ હથિયાર કબજે લીધું હતં.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન પાસે રહેતા ગોપાલભાઇ ઉર્ફે ડોંગર જીતુભાઇ રાઠોડ (ઉ.વ.૨૭)નો ગત બે દિવસ પૂર્વે રવિવારે જન્મદિવસ હતો. જેને લઇ તેના મિત્રો માટે વોરાબજારમાં આવેલ ચકુ મહેતાના ડેલાના મકાનમાં પાર્ટી આપી હતી. પાર્ટી દરમિયાન સાંજે ૫.૧૫ કલાકના અરસામાં ગોપાલ રાઠોડને તેના જ મિત્ર વિશાળ ઉર્ફે લાંબો મુળજીભાઇ ગોહેલ સાથે નજીવી બાબતે બોલાચાલી થતા વિશાલે ઉશ્કેરાઇ તેના જ મિત્ર ગોપાલને છરીના જીવલેણ ઘા ઝીંકી દેતા ગોપાલનો જન્મદિવસ મૃત્યુ દિવસમાં પરિણમ્યો હતો. મિત્રની હત્યા કરી વિશાલ ફરાર બન્યો હતો. જ્યારે બનાવની જાણ થતા મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
રક્તરંજીત ઘટના સંદર્ભે રંજનબેન જીતુભાઇ રાઠોડ (ઉ.વ.૩૭, રે.પ્રભુદાસ તળાવ, મફતનગર)એ ગંગાજળીયા પોલીસ મથકમાં વિશાલ ઉર્ફે લાંબો મુળજીભાઇ ગોહેલ વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે શખસ સામે આઇપીસી ૩૦૨, ૩૨૪, ૫૦૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસની તપાસ ગંગાજળીયા પો.સ્ટે.ના પી.આઇ. ભાજકન સહિતના સ્ટાફે હાથ ધરી હત્યા મામલે વિશાલ ઉર્ફે લાંબો ગોહીલ (ઉ.વ.૨૩, રે. આરએનડી ક્વાર્ટર, જેલ રોડ, પાનવાડી)ની અટક કરી કોવિડ-૧૯ રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી. જે રિપોર્ટ નેગેટીવ આવતા આજે તેની ધરપકડ કરી લઇ તેના કબજામાંથી હત્યા વેળાએ વપરાયેલ છરી કબજે લઇ શખસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
https://ift.tt/3x5LzyB
Comments
Post a Comment