
વિરમગામ : અમદાવાદ જિલ્લાના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિન-પ્રતિદિન વાહન ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે માંડલ તાલુકાના હાંસલપુર ગામેથી અને વિરમગામ શહેરમાંથી મોટર સાઇકલ ચોરાયાની ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હાંસલપુર ખાતે ખાનગી કંપનીના ગેટ સામે સર્વિસ રોડ પર પાર્ક કરેલા મોટર સાઇકલ ચોરાયાની ફરિયાદ નોંધાયાના બીજા દિવસે શહેરના કોઠારી બાગ ખાતેથી મોટર સાઇકલ ચોરાયાની ફરિયાદ અમરશી શીવાભાઇ મેરએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. અત્રે એ નોંધનીય છે કે કોઠારી બાગ ખાતે કોઠારી પોલીસ ચોકી આવેલી છે.
Comments
Post a Comment