
વડોદરા,મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતો રોમિયો પોલીસના છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો.સાદા ડ્રેસમાં પેટ્રોલિંગમાં નીકળેલી મહિલા કોન્સ્ટેબલને ઓળખી નહી શકનાર યુવકને લોકઅપમાં ફિટ થવાનો વારો આવ્યો છે.
વાડી પોલીસ સ્ટેશનની શી-ટીમની મહિલા કોન્સ્ટેબલ તેમના સ્ટાફ સાથે સાદા ડ્રેસમાં અછોડા તોડ તથા મહિલાઓની છેડતી કરનાર તત્વોની વોચમાં હતા.વિહાર સિનેમા પાસે તેઓ ઉભા હતા.તે દરમિયાન સામે આવેલી હોસ્પિટલ પાસે એક યુવક ઉભો હતો.અને ઇશારા કરતો હતો.જેથી,મહિલા કોન્સ્ટેબલ ત્યાંથી ચાલતા ચાલતા ચોખંડી નાની શાક માર્કેટ પાસે ગયા હતા.તે યુવક પીછો કરતો શાક માર્કેટ ગયો હતો.અને મોબાઇલ બતાવી ઇશારા કરતો હતો.જેથી,મહિલા કોન્સ્ટેબલ તે યુવક પાસે ગયા હતા.અને પેલા યુવકને ઇશારા કેમ કરે છે? તેવું પૂછ્યુ હતુ.યવકે બિન્દાસ્તપણેે ,પોતાનો મોબાઇલ નંબર આપી કહ્યું હતું કે,આપણે આવતીકાલે મળીશું.
જેથી,પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો.મહિલાએ પોતાની ઓળખ આપતા જ યુવકના હોંશ ઉડીગયા હતા.જાહેરમાં મહિલાઓની છેડતી કરતા યુવક અમીન અબ્દુલકાદર વ્હોરા ઉ.વ.૨૪ (રહે.ખત્રીવાડ,હાથીખાના)ની સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે,આરોપી એ.સી.રિપેરીંગનું કામ કરે છે.આ રીતે અન્ય કેટલી મહિલાઓની તેણે છેડતી કરી છે? તે અંગે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
https://ift.tt/3Ac6thO
Comments
Post a Comment