
વડોદરા.રણોલી બ્રિજ પાસે રોન્ગ સાઇડ આવતા ભારદારી વાહનના કારણે એ.એસ.આઇ.ને જીવ ગુમાવવો પડયો છે.જેના કારણે સફાળી જાગેલી પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ યોજીને ૫૫ ભારદારી વાહનો સહિત ૫૯ વાહનો ડિટેન કર્યા છે.
શહેરમાં બેફામ દોડતા ભારદારી વાહનોના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાય છે.હાલમાં કોરોનાના કારણે પોલીસતંત્ર માત્ર માસ્કની કામગીરી જ કરતુ હતું.જેના કારણે ભારદારી વાહનચાલકોને છૂટ્ટો દોર મળ્યો હતો.આજે સવારે પૂરઝડપે જતા ભારદારી વાહનના કારણે બાઇક પર નોકરી જતા પોલીસ જવાનનું મોત થયુ હતુ.જેના પગલે સફાળી જાગેલી પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ રાખી રણોલી ચોકડી પાસેથી ૧૦ ભારદારી વાહનો સહિત કુલ ભારદારી ૫૫ વાહનો ડિટેન કર્યા છે.જ્યારે ચાર જીપ પણ ડિટેન કરી છે.આજે એકીસાથે ૫૯ વાહનો ડિટેન કરતા સયાજીગંજ અને મોતીબાગ પાસેના ગ્રાઉન્ડ ભરાઇ ગયા હતા.અને વાહનો બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડી હતી.
https://ift.tt/3h6XaYE
Comments
Post a Comment