
અમદાવાદ,સોમવાર
અબોલ પશુઓની ચોરી કરીને ગેરકાયદે કતલ કરવાનો ગોરધંધો વધી રહ્યો છે, નરોડા રણાસણ ટોકનાકા પાસેથી પોલીસે કતલખાને જવાતા ૩૨ પશુંઓને બચાવી લીધા હતા. પોલીસ તપાસમાં રાજસ્થાનથી ટ્રકમાં લાવ્યા હતા, પશુઓને ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા હતા,નરોેડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે નારો વિસ્તારમાં પીપળજ ખાતેથી મધરાતે ત્રણ પશુંઓને ચોરી કરીને કસાઇઓ ફરાર થઇ ગયા હતા.
નારોલ પીપળજ સરકારી ચાવડી પાસેથી મધરાતે ત્રણ પશુંઓની ચોરી કરી કસાઇઓ ફરાર
જીવદયા પ્રેમીઓેએ પોલીસને માહિતી આપી હતી જેને લઇને નરોડા પોલીસે વોચ ગોઠવી હતી અને મધરાતે નરોડા રણાસણ ટોકનાકા પાસે આઇસર ટ્રકને રોકી હતી જ્યાં પોલીસ તથા જીવદયા પ્રેમીઓને જોઇને એક આરાપી ચાલુ વાહનમાંથી ઉતરીને ભાગી ગયો હતો, પોલીસે ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી ૩૨ પાડા મળી આવ્યા હતા. આ પશુઓને રાજસ્થાનના સિહોરી જિલ્લામાંથી ભરીને લાવ્યા હતા, તમામ પશુઓને ટુંકા દોરડાથી બાંધેલા હતા અને ઘાસચારો કે પાણીની પણ સગવડ ન હતી.
નરોડા પોલીસે રાજસ્થાનના સિહાર જિલ્લાના રેવદર તાલુકાના લુણોલ ગામના કનારામ તથા પાટણ જિલ્લાના બદરીપુરા ગામના જમાલખાન ભુરાખાન બલોચ તેમજ બનાસકાંઠાના ડીસા ખાતે સૈનીવાસની બાજુમાં ભોપાનગર ખાતે રહેતા ફૈયાઝ ઝાકીર કુરેશી અને મારુક કુરેશી સામે ગુનો નોધીને તપાસ કરતાં આરોપીઓ પશુઓને રાજસ્થાનથી લાવીને સુરત ઝાંપાગેટ મંડળી માર્કેટમાં મારુકભાઇ કુરેશીને કતલ માટે આપવા જતા હતા.
બીજા બનાવમાં નારોલ પીરાણા રોડ પર ન્યું ભરવાડ વાસમાં રહેતા સંજયભાઇ સેંધાભાઇ ભરવાડે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે તા. ૨૫ના રોજ મધરાતે પીપળજ ખાતે આવેલી સરકારી ચાવડી પાસે ઓરડી નજીક ખુલ્લી જગ્યામાંથી ત્રણ પશુઓની ચોરી કરીને કસાઇઓ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
https://ift.tt/3joPwKM
Comments
Post a Comment