
વડોદરા.ઘરેથી બાઇક લઇને પોલીસ સ્ટેશન નોકરી માટે જતા એ.એસ.આઇ.ને રણોલી બ્રિજ પાસેના સર્વિસ રોડ પર સામેથી રોંગ સાઇડ આવતા વાહને અડફેટે લેતા તેઓ રોડ પર પડયા હતા.અને તેમના માથા પરથી ભારદારી વાહનના તોતિંગ પૈંડા ફરી વળ્યા હતા.અને સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યુ મોત થયુ છે.છાણી પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી છૂટેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
રણોલીગામ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્રકુમાર રસિકલાલ જયસ્વાલ સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે.હાલમાં તેઓ પી.સી.આર.વાનમાં ફરજ બજાવતા હતા.આજે સવારે રાજેન્દ્રભાઇ જયસ્વાલ બાઇક લઇને ઘરેથી નોકરી પર આવતા હતા.રણોલી બ્રિજ નીચેથી તેઓ આવતા હતા.તે દરમિયાન સામેથી રોંગ સાઇડ આવતા એક ભારદારી વાહનની અડફેટે રાજેન્દ્રભાઇ રોડ પર ફંગોળાયા હતા.ભારદારી વાહનની પાછળ આવતા એક ટેન્કરના તોતિંગ પૈંડા ફરી વળતા તેમનું માથુ છુંદાઇ ગયુ હતું.અને સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું.અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા.પરંતુ,કોઇએ એમ્બ્યુલન્સ પણ બોલાવી નહતી.બનાવની જાણ રાજેન્દ્રભાઇની સોસાયટીમાં રહેતા વેપારીએ રાજેન્દ્રભાઇના પરિવારને કરી હતી.જેથી,તેમનો પુત્ર સચિન તરત જ સ્થળ પર દોડી ગયો હતો.સ્થળ પર જઇને જોયું તો તેના પિતાનું સ્થળ પર મોત થયુ હતું.દરમિયાન પોલીસ આવી હતી.અને લાશને પી.એમ.માટે મોકલી આપી હતી.
પોલીસે રણોલી બ્રિજ પાસે મુકાયેેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા અકસ્માતની સમગ્ર ઘટના દેખાઇ રહી છે.પોલીસે રોેંગ સાઇડ પૂરઝડપે વાહન હંકારનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
હાઇવે પર દરેક ઓવરબ્રિજના સર્વિસરોડ અકસ્માત ઝોન
વડોદરા.રણોલી બ્રિજ પાસે જે રીતે વાહનો રોંગ સાઇડ આવે છે.તેવી જ રીતે નેશનલ હાઇવે પર જ્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે.તે દરેક સ્થળે આવી જ હાલત છે.ડિવાઇડર નહી હોવાના કારણે વાહનચાલકોને લાંબો ફેરો કરવો ના પડે તે માટે તેઓ રોન્ગ સાઇડ જ પોતાના વાહનો ચલાવતા હોય છે.ગતરાતે વરસાદના કારણે રણોલી બ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા.અને તેના કારણે વાહનચાલકો અડધા રોડ પર જ વાહનો ચલાવતા હતા.
Comments
Post a Comment