
વડોદરા.પાદરામાં ઝાડા ઊલટીના કારણે બે દિવસમાં એક જ પરિવારના બે બાળકોના મોત થયા છે.અને પરિવારની મહિલા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં નહી આવે તો પાણીજન્ય રોગ વધુ લોકોનો ભોગ લેશે.
પાદરાના લતીપુરા રોડ પર રહેતા રાજેશભાઇ બારિયાની પાંચ વર્ષની પુત્રીને ગત તા.૨૬ મી ના રોજ ઝાડા ઊલટી થતા તેને સારવાર માટે પાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાંથી વધુ સારવાર માટે બાળકીને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.પરંતુ,આજે સારવાર દરમિયાન બાળકીનું મોત થયુ છે.બાળકીના ભાઇને પણ ઝાડા ઊલટી થયા હતા. તેનું ગઇકાલે અવસાન થયુ હતું.બાળકીની માતા પણ હાલમાં ઝાડા ઊલટીના કારણે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે,ચોમાસાની શરૃઆતમાં જ પાદરા નગરમાં પાણીજન્ય રોગોએ માથુ ઉંચક્યું છે.અને ભાઇ બહેનના મોત થયા છે.તેના કારણે પાદરાના નગરજનોમાં પાણીજન્ય રોગોથી ે ફફડાટ ફેલાયો છે.
https://ift.tt/3qC0xdC
Comments
Post a Comment