
- સિહોરની ટાણા ચોકડી નજીકથી પોલીસે ટ્રક આંતર્યો
- વલ્લભીપૂર, પાલીતાણાના ત્રણ શખ્સની અટકાયત, પશુઓના જીવ બચાવી પાંજળાપોળ છોડી મુકાયા
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ ગત રાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, અબોલ પશુને ગોંધી રાખી ટ્રક પસાર થઈ રહ્યો છે. જે હકીકત આધારે ટાણા ચોકડી પાસે વોચ ગોઠવતા રાત્રીના ૧૦.૦૦ કલાકના અરસા દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતા ટ્રક નંબર જીજે.૧૩.વી.૫૭૮૨ને અટકાવી તલાશી લેતા ટ્રકના થાપડામાં ધાસચારા કે પાણીની સવલત વિના પાસ પરમીટ વગર ક્રુરતાપુર્વક દયનીય હાલતે રખાયેલ ૧૦ ભેંસ અને એક પાડો મળી કુલ ૧૧ અબોલ પશુ મળી આવતા સિહોર પોલીસે ટ્રક સાથે રહેલ ચાલક મજીદ વલીભાઈ તરકવાડીયા ( રે. કાટકીવાજ, વલ્લભીપુર ), આરીફ હબીભાઈ લાખાણી અને ઈરફાન સતારભાઈ લાખાણી ( રે. બન્ને ખાટકીવાડ, હાથીયાધાર વિસ્તાર, જેલ પાછળ, પાલીતાણા )ની અટકાયત કરી આધાર પુરાવા માંગતા શખ્સો પાસે ન મળી આવતા ટ્રક, અબોલ પશુનો કબ્જો સંભાળી પોલીસે ત્રણેય શખ્સ સામે આઈપીસી. ૧૧૪, જીપીએક્ટ ૧૩૫, પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનીયમ તળે ગુનો દાખલ કરી શખ્સોના કોરોના રીપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી અબોલ પશુને પાંજરાપોળ મુકવાની વ્યવસ્થા હાથ ધરી હતી.
Comments
Post a Comment