
- ખેડૂત 13 વર્ષથી ઓઇલ પામની ખેતીમાં પ્રવૃત્ત
- પાકમાં કોઇ પણ પ્રકારનો રોગ આવતો નથી : નિલગાય સહિતના પશુ-પ્રાણીઓના ભેલાણનો ભય રહેતો નથી
વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં ખેડૂતો સિઝન મુજબ જે-તે ખેતીપાકોનુ આયોજન હાથ ધરતા હોય છે. ત્યારે વઘાસી ગામના ખેડૂત છેલ્લા ૧૩ વર્ષથી ઓઇલપામની ખેતી કરી રહ્યા છે. તેઓએ ૧૬ વીઘામાં ઓઇલપામની ખેતી કરી છે. જે પાકમાં કોઇપણ પ્રકારનો રોગ આવતો નથી.તેમજ નિલગાય, ગાયો, ભેંસો, ભુંડ સહિતના પ્રાણીઓ પણ નુકશાન પહોંચાડતા નથી.
આણંદ પાસેના વઘાસી ગામના ખેડૂત મનહરભાઇ પટેલને ઓઇલપામની ખેતી માફક આવી ગઇ હોઇ છેલ્લા ૧૩ વર્ષથી તેઓ તેની ખેતીમાં રોકાયેલા છે. દરવર્ષે તેઓ નવતર પાકની ખેતીમાંથી ૧૦ લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહ્યા છે. જોકે રાજ્ય સરકારે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે અને ખેડૂતોની આવકમાં કઇ રીતે વધારો કરી શકાય તેનુ પણ પુરતુ ધ્યાન રાખવામા આવી રહ્યુ છે. તેમાંની એક કંપની દ્વારા મનહરભાઇને ખેતી માટે પ્રોત્સાહન પુરૂ પાડતા તેઓ લાંબા સમયથી પાકનુ વાવેતર કરી રહ્યા છે.
સામાન્ય રીતે ખેડૂતો જે-તે સિઝન મુજબ પાકનુ વાવેતર હાથ ધરે છે. પરંતુ કેટલીક વખત ખેતીમાં રોગ કે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતો હોય છે. જેને લઇને ખેડૂતોને મોટો આર્થિક ફટકો વેઠવાનો વારો આવતા તેઓની કફોડી સ્થિતિ સર્જાય છે.
https://ift.tt/3xeoObd
Comments
Post a Comment