
- લાડવેલ ચોકડી પાસે ગાડીની ટક્કરે રાહદારીનો ભોગ લેવાયો
- ગુતાલ સીમમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ચાલકનું ગંભીર ઈજાથી મૃત્યું : કઠાણામાં ઇકોના ચાલકે અન્ય ગાડીને ટક્કર મારતા એકને ઈજા
કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસેથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમાં એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક અજાણ્યા પુરુષને અડફેટ મારી હતી.જેથી તેને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે દિનેશભાઇ મગનભાઇ સોલંકી રહે,આશરીયાના મૂવાડાએ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ તાલુકાના ગુતાલ સીમમાંથી પસાર થતા આણંદથી અમદાવાદ જતા હાઇવે નં-૪૮ ઉપર ગુતાલ ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક તાપી જિલ્લાના સોનગઢથી પેપરની શીટ ભરી અમદાવાદ જતી હતી. તે સમયે ગુતાલ બ્રિજ ઉપર ટ્રકનુ ડીઝલ પુરુ થઇ જતા ટ્રક સાઇડમાં ઊભી રાખી હતી. તે સમયે એક મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ ઉભેલ ટ્રકની પાછળ જોરથી અથડાઇ હતી.જેથી મોટર સાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે રમેશભાઇ ભોજુભાઇ યાદવે નડિયાદ રૂરલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર આવેલ કઠાણા ગામના કટ પાસે અકસ્માત સર્જાયો હતો.જેમા નરેશભાઇ અને કંડકટર તરીકે રીતેષભાઇ અમદાવાદ ડેપોમાંથી અમદાવાદ ઝાલોદ બસ લઇને રવાના થયા હતા.ગતરોજ રાત્રીના નવ વાગ્યાની અરસામાં તેઓ કઠાણા કટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ઇકો ગાડીના ચાલકે પોતાની ગાડી રોંગસાઇડ લાવી બસને આગળના ભાગે અડફેટ મારી હતી.જેથી બસને નુકસાન થયુ હતુ.વળી ગાડીના ચાલકને પણ ઇજાઓ પહોચી હતી. આ બનાવ અંગે નરેશભાઇ કાંતિભાઇ ચૌધરીએ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ શહેરની હેલીપેડ તંબુ ચોકી નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ડમ્ફરના ચાલકે એક સી.એન.જી રીક્ષાને અડફેટ મારી હતી.જો કે આ બનાવમાં કોઇ વ્યક્તિને ઇજાઓ પહોચી ન હતી.પરંતુ ગરનાળાની પાળ પર થાંભલાને નુકસાન કર્યુ હતુ.જે પોલ સાથે લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરા કિ.રૂા.૧,૫૦,૦૦૦ નુ નુકસાન કર્યુ હતુ.
આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકના રાજેન્દ્રસિંહ પોપટજી વાઘેલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ડમ્ફરના ચાલક નગીનભાઇ પ્રવિણભાઇ પરમાર રહે,ગોલી ટુવાટીબા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ,નડિયાદ રૂરલ,કઠલાલ અને નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદો લઇ ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
https://ift.tt/3lbYxI3
Comments
Post a Comment