
- થોડા સમય પૂર્વે મહેસાણા તેમજ ગાંધીનગરે રેકોર્ડ તોડયો હતો
- 2017 થી થયેલા સર્વેમાં આણંદે હરિયાળા જિલ્લાનુ બિરૂદ જાળવી રાખ્યુ
વલ્લભવિદ્યાનગર : આધુનિક યુગમાં જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નિયંત્રિત કરવા માટે વધુ વૃક્ષો ઉછેરવાની સંકલ્પના લેવામા આવી રહી છે. ત્યારે આણંદ જિલ્લો હેક્ટરદીઠ વધુ વૃક્ષોની ગીચતા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ રહેવા પામ્યો છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ના પંચવર્ષિય અહેવાલમાં હેક્ટર દીઠ ૭૧ વૃક્ષોની ગીચતા સાથે આણંદે હરિયાળા જિલ્લાનુ બિરૂદ મેળવ્યુ છે. આણંદ જિલ્લામાં વિષમ આબોહવા છતાં જિલ્લામાં આંબો, વડ, ઉંદુંબર, શીમળો, રાયણ, ગુલમહોર, આંબલી, આંબળા જેવા ફળાઉ, જલાઉ વૃક્ષોએ અસ્તિત્વ ટકાવી રાખ્યુ છે. જોકે અગાઉ થયેલા સર્વેમાં જિલ્લો હેક્ટરદીઠ ૬૮ વૃક્ષોની ગીચતા સાથે પ્રથમ રહેવા પામ્યો હતો. જોકે થોડા સમય પૂર્વે મહેસાણા તેમજ ગાંધીનગરે જિલ્લાનો રેકોર્ડ તોડયો હતો.
વન વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર અંતિમ વખત વર્ષ ૨૦૧૭મા થયેલા સર્વેમાં જિલ્લામા હેક્ટર દીઠ ૭૧ વૃક્ષોની ગીચતા હોવાનુ ફલિત થયુ હતું. જેથી પાંચ વર્ષ દરમ્યાન જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યુ છે. જોકે ચાલુ વર્ષે થયેલા સર્વેમાં રાજ્યમાં હેક્ટર મુજબ વૃક્ષોની ગીચતા અને હરિયાળા જિલ્લાનો ડેટાબેઝ બહાર આવશે.
https://ift.tt/3BVN0CK
Comments
Post a Comment