
વડોદરા,.તરસાલી નોવિનોરોડ પર રહેતા રિફાઇનરીના નિવૃત્ત કર્મચારીએ બીમારીથી કંટાળીને બપોરે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તરસાલી નોવિનો રોડ પર રહેતા અરૃણભાઇ દુલાજીભાઇ પાટિલ આજે ઘરે હતા.તેમનો પુત્ર બપોરે જમીને નોકરી ગયો હતો.અને તેમની પુત્રવધૂ દીકરાને ટયુશન મુકવા ગઇ હતી.જ્યારે અરૃણભાઇના પત્ની બીજા રૃમમાં સુતા હતા.તે દરમિયાન અરૃણભાઇએ હીંચકાના હુકમાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.થોડાસમય પછી તેમના પત્ની જાગ્યા તો તેમને પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પુત્રને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો.પુત્ર નજીકમાં જ નોકરી કરતો હોય તરત જ ઘરે આવી ગયો હતો.અને બનાવની જાણ પોલીસને કરી હતી.મકરપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.જેસીંગભાઇએ સ્થળ પર જઇને તપાસ શરૃ કરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, અરૃણભાઇ રિફાઇનરીમાંથી નિવૃત્ત થયા હતા.છેલ્લા બે વર્ષથી તેમની બીમારીની સારવાર ચાલતી હતી.બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
https://ift.tt/3fuEajP
Comments
Post a Comment