
વડોદરા : સોખડા-હરિધામ મંદિરના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે છેલ્લા ત્રણ દિવસથી લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો પણ શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તા. ૩૧ જુલાઇ શનિવાર સુધી અંતિમ દર્શન ચાલુ રહેશે. તા. ૧ ઓગસ્ટે બપોરે ૨ વાગે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની મંદિર પટાંગણમાં લીમડા વન ખાતે અંત્યેષ્ટિ થશે.
આ અંગે માહિતી આપતા પૂ.ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતુ કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત ગુરૃહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૃભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડયો છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની માફક પૂ.હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનું વૃક્ષ પ્રિય રહ્યું છે. સ્વામીજીનાં આ પ્રિય સ્થાનની સન્મુખ જ લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરાશે. અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે.
દરમિયાન આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ભક્તોએ સ્વામીજીનાં અંતિમ દર્શન કર્યા હતા. રાજકોટ, જુનાગઢ, ભાવનગર, જામનગર, ગીરસોમનાથ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી વગેરે જીલ્લાઓમાંથી ભક્તો હરિધામ દર્શનાર્થે પહોંચ્યા હતા. તો સંતોમાં બી.એ.પી.એસ.ના ભાગ્યસેતુ સ્વામી, રૃસ્તમબાગ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો પણ પધાર્યા હતા જ્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના રાજકીય આગેવાનોએ પણ આજે સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વામીજીને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું હતું કે પ્રખર જ્ઞાાની અને ઉત્તમ સમાજ સુધારક સંત શિરોમણીને ગુમાવ્યાનું દુઃખ છે.
https://ift.tt/3zRRcl5
Comments
Post a Comment