
- સુરેન્દ્રનગર-લખતર રોડ પર
- પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર - લખતર રોડ ઉપર ઝમર ગામ પાસે કાર - બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં લખતરના બાઈક ચાલકનું મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.
આ બનાવની વિગત એવી છે કે, લખતર રહેતા હસમુખભાઈ લાલજીભાઈ દેકાવાડીયા બાઈક ઉપર સુરેન્દ્રનગરથી લખતર તરફ જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતી એસેન્ટ કારના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી તેમનું મોત નિપજેલ હતું.! બનાવ અંગે મરનારના મોટાભાઈ ગુણવંતભાઈ લાલજીભાઈએ લખતર પોલીસમાં એસેન્ટ કાર નં. જીજે. -૧૫ એડી. ૫૯૬૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા ત૫ાસ હાથ ધરાયેલ છે.
Comments
Post a Comment