
વડોદરા.ધો.૧૨ માં ભણતી વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં ઘર છોડીને જતી રહેતા બાપોદ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી અને ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગઇકાલે ૧૧ વાગ્યે ઘરેથી કોઇને કશું કીધા વગર જતી રહી હતી.પરંતુ,તેણે ઘરમાં એક ચિઠ્ઠી છોડી હતી.જેમાં લખ્યું હતું કે,સોરી મમ્મી ડેડી,મહેરબાની કરીને મને શોધવાનો પ્રયાસ ના કરતા,કારણકે હું નહી મળુ.બહુ દૂર જઉં છું.ત્યાંથી પાછા ના અવાય,ઓલ્વેઝ બી હેપ્પી.અને નીચે પોતાનું નામ લખ્યું હતું.
યુવતી પોતાના ઘરેથી પાંચ જોડી કપડા અને મોબાઇલ ફોન લઇ ગઇ હતી.બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરીને યુવતીની શોધખોળ હાથ ધરી છે.
https://ift.tt/2V96Iuf
Comments
Post a Comment