
- શહેરના જોગ આશ્રમ પાસે રહેતો વેપારી લૂંટાયો
- વેપારીને સ્થળ બતાવવાના બહાને બાઇક પર લઇ જઇ છરી વડે હુમલો કરી 22 હજારની લૂંટ ચલાવી
થાન : મારામારી, ધમકી આપવી, ખંડણી ઉઘરાવી, લુંટના બનાવો વધી રહ્યા છે ત્યારે થાનના જોગ આશ્રમ પાસે રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા વેપારીને સ્થળ બતાવવાના બહાને બાઈકમાં બેસાડી લઈ જઈ ભાવ બાબતનો રકઝક કરી લોખંડના પાઈપ, છરી વડે હુમલો કરી તેના મિત્ર ઉપર પણ છરી વડે હુમલો કરી રોકડ રૂ.૨૨,૦૦૦ની લુંટ ચલાવ્યા અંગેની ફરીયાદ નોંધનાતા ચકચાર ફેલાઈ જવા પામી છે.
થાન તાલુકાના ગુનાખોરીએ માઝા મુકી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે થાનના જોગ આશ્રમ પાસે રહેતા ફરીયાદી જીતેશ ઉર્ફે જીતુ ભીમાભાઈ રંગપરા મંડપ સર્વીસનો ધંધો કરતા વેપારીને મંડપફીટ કરવાનુ કહીતેના બાઈકમાં બેસાડી લઈ ગયા હતા. ત્યારબાદ મંડપ સર્વિસના ભાવ બાબતે ઝઘડો કરી આરોપી પરેશ ઉર્ફે ભુરો રહેવાસી થાન વાળાએ ફરીયાદીને પાઈપ વડે ફટકારી છરીથી હુમલો કરતા ફરીયાદીએ દેકારો કરી મુકતા ત્યાંથી નીકળેલ તેના મિત્ર વિપુલે તેને છોડાવવા વચ્ચે પડતા વિપુલને પણ છરી વડે માર મારતા ૭ ટાંકા આવ્યા છે. તથા વિપુલના ખીસ્સામાં રહેલા રૂપિયા ૨૨,૦૦૦ ની લુંટ કરી નાસી છુટયા અંગેની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ થાન પોલીસ ચલાવી રહી છે.
Comments
Post a Comment