
- સરદાર પટેલ યુનિ. સંલગ્ન ખેડા-આણંદ જિલ્લાની
- વિદ્યાર્થીઓએ શાસ્ત્રી મેદાનથી રેલી સ્વરૂપે આવી યુનિ.ના કુલ સચિવને આવેદનપત્ર આપ્યું
કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સાવચેતી રાખવા અંતર્ગત ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના ફાઈનલ યર સિવાયના વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવા અને ૨૦૨૦-૨૧ વર્ષની પ્રવેશની અંતિમ તારીખને ધ્યાને લઈ બેઝીક નર્સીંગ પ્રોગ્રામ્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ જાન્યુઆરી-૨૦૨૧થી ગણવાનું ઠરાવાયું હતું. જે અંતર્ગત રાજ્યની ગુજરાત યુનિવર્સિટી સહિત કેટલીક યુનિવર્સિટી દ્વારા આ ઠરાવનો અમલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિ. દ્વારા આણંદ-ખેડા જિલ્લાની નર્સીંગ કોલેજોના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. આજે મોટી સંખ્યામાં નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ શાસ્ત્રી મેદાન ખાતે એકત્ર થયા હતા. જ્યાંથી બેનરો સાથે સજ્જ થઈ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ યુનિ. ખાતે પહોંચ્યા હતા અને યુનિ.ના કુલસચિવને આવેદનપત્ર પાઠવી ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સીલના નિર્દેશોનું પાલન કરવા રજૂઆત કરાઈ હતી.સરકારે ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પીજી તથા યુજીના પણ કેટલાક વર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની પરવા કર્યા વિના યુનિ.ના વહીવટકર્તાઓ દ્વારા પરીક્ષાનો નિર્ણય લેવાયો હોવાના આક્ષેપ સાથે નર્સીંગના વિદ્યાર્થીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરાયો હતો અને આગામી સોમવાર સુધી માસ પ્રમોશન અંગે નિર્ણય લેવામાં નહી આવે તો વિદ્યાર્થીઓ દ્વારા જલદ આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Comments
Post a Comment