વડોદરાના મંદિરોમાં 12ના ટકોરે જન્માષ્ટમીની ઉજવણી: માંજલપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સયાજીનગર ગૃહમાં ઉજવણી

- વડોદરાના મંદિરોમાં 12ના ટકોરે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
સોમવારે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં ઠેર ઠેર જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો. રાત્રિના 12:00 કલાકે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને ભક્તોએ ઉલ્લાસભેર વધાવ્યો હતો. વિવિધ મંદિરો ખાતે પૂજારીઓએ અને મર્યાદિત સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી.
જન્માષ્ટમી ઉત્સવની દબદબાભેર ઉજવણી સમગ્ર શહેરમાં થઈ રહી છે. ચારેતરફ "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" જય ઘોષ સાથે મંદિરોમાં કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરના તમામ કૃષ્ણ મંદિરોમાં, શ્રીનાથજી હવેલીમાં તેમજ ઈસ્કોન મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ મંદિરોને શણગારવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાઓને પણ વસ્ત્રો આભૂષણો અલંકારોથી સજ્જ કરવામાં આવ્યા હતા.
વડોદરાના માંજલપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા સયાજીનગર ગૃહ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો ખાસ કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં સંતો અને ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કોરોનાની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરી કૃષ્ણ જન્મોત્સવમાં મર્યાદિત સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
ઇસ્કોન મંદિરમાં પણ સંકીર્તન સાથે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય તૈયારી કરવામાં આવી હતી. તેમજ રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો બરોબર 12ના ટકોરે ભગવાન કૃષ્ણની આરતી કરવામાં આવી હતી ભગવાનના જન્મ સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
https://ift.tt/38rerXz
Comments
Post a Comment