
- આજી ન્યારી ડેમ એ ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા
રાજકોટ,તા.31 ઓગસ્ટ 2021,મંગળવાર
રાજકોટમાં આ વખતે ઈતિહાસીક મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ હરવા ફરવાનાં સ્થળોએ મેળાની ગરજ સારી હતી અને મેળા જેટલી ભીડ અન્ય વિસ્તારોમાં થઇ હતી. રાજકોટના રાંદરડા તળાવ પાસે રમણીય વિસ્તારમાં આવેલ અને પાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલયમાં ગઈકાલે આઠમના દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 36,582 મુલાકાતીઓએ ટિકિટ લઇને લાંબી લાઈનમાં ઉભા રહીને ઝૂમાં પ્રવેશ મેળવ્યો હતો તો સાતમને દિવસે પણ 21 હજાર લોકોએ અને આજે પણ 20 હજારથી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા 400થી વધુ પ્રાણીઓ નિહાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેમાં સાંજે છ વાગે એન્ટ્રી બંધ કરવામાં આવે છે છતાં પણ બે વર્ષ પહેલા એક દિવસમાં 26650 મુલાકાતી નોંધાયા હતા તે રેકોર્ડ તૂટયો છે.
આ ઉપરાંત રાજકોટના આજી ડેમ તથા ન્યારી ડેમ વિસ્તારમાં અને ત્યાં આવેલા વિશાળ ઉદ્યાનમાં બે દિવસમાં અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી જ્યાં એન્ટ્રી ફી નથી. કાલાવડ રોડ તથા ભાવનગર રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. શહેરના અન્ય 150થી વધારે ઉદ્યાનોમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
https://ift.tt/3mOKyZM
Comments
Post a Comment