
- દોઢ વર્ષથી કેન્સરની બીમારીમાં પીડાઈ રહેલી મહિલાએ વહેલી સવારે આપઘાતનું પગલું ભર્યાનું જાહેર થયું
જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઈન પર ખુલ્લા ફાટક નજીક વહેલી સવારે એક મહિલાએ ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. દોઢ વર્ષની કેન્સરની બીમારીના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ગણપત નગર વિસ્તારમાં રહેતી દક્ષાબેન રવિભાઈ રાઠોડ નામની 28 વર્ષની પરિણીત મહિલાએ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં હનુમાન ટેકરી નજીક ખુલ્લા ફાટક પાસે આવેલી રેલવે લાઈન પર પસાર થઈ રહેલી માલગાડીના એન્જિન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લીધી છે.
ટ્રેનના એન્જિનની ઠોકર લાગવાના કારણે તેણીના દેહના ટુકડા થયા હતા, અને કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે રેલવેતંત્રએ પોલીસને જાણ કરતા સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
મૃતક દક્ષાબેન છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતી હતી. જેના કારણે જિંદગીનો અંત લાવી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
https://ift.tt/2WFT4Pt
Comments
Post a Comment