
વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
વડોદરા તાંદલજા વિસ્તારમાં મધરાતે તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાથી રસ્તા પરની અવરજવર બંધ થઈ હતી.
વડોદરામાં બે દિવસથી તોફાની પવન સાથે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જેને કારણે ગઈ મધરાતે તાંદલજાના અહેમદી પાર્ક નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું.
મુખ્ય માર્ગ પર વૃક્ષ પડવાથી રસ્તાની અવર-જવર બંધ થઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ કાપવાની અને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી. બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.
https://ift.tt/3yygh3v
Comments
Post a Comment