
સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
પાલનપુર જકાતનાકા ખાતે રહેતો 16 વર્ષીય કિશોર પોતાના મોટાભાઈ અને મિત્રો સાથે કામરેજ ખાતે મંદિરમા દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા બાદ સુવાલીના દરિયા કિનારે ન્હાતી વખતે કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો.
નવી સિવિલ અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહેતો 16 વર્ષીય જયેશ રામજીભાઈ મકવાણા ગત 29 મીએ પોતાના ભાઈ જીગ્નેશ અને પાંચ થી છ મિત્રો સાથે ઘરેથી કામરેજ ખાતે આવેલા શઁકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું કહીને ગયો હતો પરંતુ તેઓ હજીરાના સુવાલીના દરિયા કિનારે ચાલ્યા ગયા હતા. અને ત્યાં તેઓ દરિયા કિનારે ન્હાતા હતા તે સમયે જયેશ પાણીમાં ગરકાવ થતા તેના ભાઈ અને મિત્રો બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તેના પરિચિતએ કહ્યું હતું.
આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર કાફલો ઘટનાસ્થળે પર પહોંચીને દરિયાના પાણીમાં તેની શોધખોળ કરી હતી જોકે ત્યારે તેની ભાળ નહીં મળી હતી, પણ સોમવારે સવારે ફાયર જોવાનો તેની શોધખોળ કરતા દરિયા કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
નોંધનીય છે કે જયેશ મૂળ મોરબીના કોરાડી ગામનો વતની હતો તે ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો. તેને એક મોટો ભાઈ અને એક બહેન છે. તેના પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે તહેવારના સમયમા બનેલી ઘટનાને પગલે અને પુત્રની મોતને લઇ પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો છે. આ અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે.
https://ift.tt/3gKQ5MQ
Comments
Post a Comment