
- સુરતમાં આજે 212 સેન્ટર પરથી વેક્સિનેશન થયુ: લોકોના ધસારાને કારણે અવ્યવસ્થા
સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
સુરતમાં રવિવાર અને જન્માષ્ટમીની રજા બાદ આજે વેક્સિનેશન શરૂ થતાં અનેક સેન્ટરો પર ભારે ભીડ જોવા મળી હતી. આજે સુરતમાં 200 કરતા પણ વધુ વેક્સિનેશન સેન્ટર શરૂ થયા હોવા છતાં દરેક જગ્યાએ ભીડ જોવા મળી હતી. કેટલીક જગ્યાએ વધું લોકો ભેગા થતાં અવ્યવસ્થા સર્જાઇ હતી.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી વેક્સિનેશન માં ભારે ઝડપ આવી છે. હાલ સુરતમાં રોજના 50 હજાર જેટલા લોકોને કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી રહી છે. ત્રીજી વેવના ભયની સામે લોકોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. લોકો વેક્સીનેશન સેન્ટર પર મુકવા પહોંચી રહ્યા છે. સુરતમાં રવિવાર અને જન્માષ્ટમીના દિવસે વેક્સીનેશન સેન્ટર બંધ રખાયા હતા. આજે શહેરમાં વેક્સીનેશન સેન્ટર શરૂ થાય તે પહેલાં જ વહેલી સવારથી જ વેક્સીનેશન સેન્ટર બહાર લાઈન લાગી ગઈ હતી. બે દિવસની રજાને કારણે આજે વેક્સીનેશન સેન્ટર વધારીને 212 કરવામાં આવ્યા છે. વેક્સીનેશન સેન્ટર વધારવામાં આવ્યા હોવા છતાં હજી પણ સેન્ટરની બહાર લાઈનો જોવા મળે છે. આજે કેટલાક સેન્ટર તો એવા હતા કે વહેલી સવારથી જ લોકો વેક્સિનના ટોકન માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા. કેટલાક વેક્સીનેશન સેન્ટર પર લોકોની ભીડ થતાં કેટલાક લોકોએ હોબાળો મચાવતા અવ્યવસ્થા થઈ હતી. પાલિકા કર્મચારીઓએ વેક્સિનેશન સેન્ટર પર કામગીરી કરી અને લોકોને સમજણ આપી હતી.
https://ift.tt/3DypIDJ
Comments
Post a Comment