
વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
પોતાના બકરાને કાપી ખાઈ જવાના આક્ષેપ કરનાર યુવક ઉપર બે શખ્સોએ લોખંડની એંગલ વડે હુમલો કરી ગડદાપાટુનો માર મારતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફરિયાદના આધારે બાપોદ પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી ખારી તલાવડી વસાહત ખાતે રહેતા માયાસિંગ શિકલીગર છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ,બે દિવસ અગાઉ તેઓ આજવા રોડ ચાચાનહેરુ નગરમાં સંબંધીને મળવા ગયા હતા. તે સમયે લાખનસિંગ દૂધાણી અને દીપુસિંગ શિકલીગર ( બંને રહે - ચાચા નેહરુ નગર, આજવા રોડ, વડોદરા ) નોનવેજ જમી રહ્યા હતા. અને તેમની બાજુમાં બકરાના અંગો પડ્યા હતા. જે અંગો જોતા પોતાના બકરાના હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બન્ને શખ્સોએ ભેગા મળી લોખંડની એંગલ વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા માયાસિંગને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. ફરિયાદના આધારે બાપોદ પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/3mNPaPU
Comments
Post a Comment